Western Times News

Gujarati News

સાબરમતીમાં જમવા ગયેલા યુવાન પર માલિક સહિત ૪ શખ્સોનો હિંસક હુમલો

Filles Photo

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમ રેટની સમસ્યાને કારણે સામાન્ય નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે. છરી, ચાકુ, તલવાર, પાઈપો તથા બેઝબોલ જેવાં હથિયારો સાથે હુમલા કરવાની ઘટનાઓ લગભગ સામાન્ય બની છે. આવી ઘટનાઓ રોજેરોજ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાંથી સામે આવી રહી છે. ગંભીર પ્રકારનાં ગુનાની સંખ્યા વધતી જઈ રહી છે.

જ્યારે પોલીસની નિષ્ક્રિયતા ઊડીને આંખે વળગે તેવી છે. હિંસક ઘટનાઓ બન્યા બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા છતાં અસામાજીક તત્વો ફરીથી સક્રિય થઇ જાય તે ખરેખર ચિંતાજનક બાબત છે. આ પરિÂસ્થતિમાં સાબરમતી વિસ્તારમાં જમવા ગયેલા યુવાન ઊપર લારીના માલિક તથા તેનાં ત્રણ સાગરીતોએ હુમલો કરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

બાદમાં લોકોનું મોટું ટોળું એકત્ર થઇ જતાં વાતાવરણમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. અને ઊચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ  સંભાળી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સામાન્ય નોકરી કરતો અને ચાંદખેડામાં પંચલોક ચાર રસ્તા નજીક રહેતો પ્રજ્ઞેશ દશરથભાઈ પરમાર નામનો યુવાન રાત્રે નવેક વાગ્યાનાં સુમારે સાબરમતી ખાતે જુના ટોલનાકા પાસે આવેલાં જાગી ઠાકોરનાં તવા ઊપર જમવા ગયો હતો.

જમવાનું ઓર્ડર આપી રાહ જાઈ રહેલાં પ્રજ્ઞેશથી ભુલથી ટેબલ પરથી કોઈ સામાન નીચે પડી જતાં તવાનો માલિક જાગી ઠાકોર તેની પાસે આવીને તમે અહીંયા આવીને વસ્તુઓનું નુકસાન કરો છો કહીને પ્રજ્ઞેશની સાથે ઝઘડો કર્યાે હતો.

જાકે પ્રજ્ઞેશે પ્રતિકાર કરતાં જાગી ઊશ્કેરાઈ ગયો હતો અને લારીમાંથી લોખંડની પાઈપ લાવી પ્રજ્ઞેશ ઊપર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન જાગીનો ભાઈ મહેશ તથા અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા હતાં. અને ચારેય એકઠા થઈ પ્રજ્ઞેશને પાઈપો માર્યા બાદ ગડદાપાટુનો માર માર્યાે હતો. જેથી પ્રજ્ઞેશ લોહીલુહાણ હાલતમાં ફુટપાથ ઊપર જ ઢળી પડ્યો હતો.

આ ઘટનાને પગલે તવા ઊપર જમવા આવેલાં તથા અન્ય રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તથા ભયનો માહોલ છવાઈ ગયો હતો. પ્રજ્ઞેશને લોહીલુહાણ હાલતમાં રઝળતો મુકી જાગી ઠાકોર મહેશ તથા અન્ય બે શખ્સો એમ ચારેય ત્યાંથી ભાગી છુટ્યા હતા. બનાવની જા થતાં પ્રજ્ઞેશના પરીવારજનો આવી પહોંચ્યા હતાં.

જેમણે તેને હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બાદમાં હોસ્પિટલમાં  આગળ આશરે ૧૫૦થી બસો લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને તમામ જવાબદાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાતાવરણમાં રોષ જાવા મળતાં પોલીસતંત્રનાં ઊચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઊપર આવી પહોંચ્યા હતા અને લોકોની સમજાવ્યા હતાં.

રાતની ઘટના બાદ પોલીસે ચારેય શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બનાવમાં પ્રજ્ઞેશ ઊપરાંત અન્ય કેટલાંક વ્યક્તિ ઘાયલ થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.