Western Times News

Gujarati News

સાબરમતીમાં યુવતિની છેડતી કરી માતા-પુત્રી પર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતીના બનાવો ખૂબ જ વધી રહયા છે બેટી બચાવો આંદોલન વચ્ચે યુવતિઓ સલામત નહી હોવાનું ચિત્ર ઉપસી રહયું છે શહેરના સાબરમતી વિસ્તારમાં એક યુવતિને તેની જ ચાલીમાં રહેતા શખ્સે ખુલ્લેઆમ છેડતી કરી બિભત્સ માંગણી કરતા તેને સમજાવવા આવેલી યુવતિની માતા પર આ શખ્સે હુમલો કરી યુવતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચોંકી ઉઠેલા પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતીની ઘટનાઓ વધતા પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે આ દરમિયાનમાં શહેરના સાબરમતી વિસ્તારમાં ગાંધીવાસમાં રહેતી શ્વેતા (નામ બદલેલ છે) ગાંધીનગર નોકરી કરે છે અને તે નિયમિત રીતે પોતાના અેક્ટિવા પર ગાંધીનગર જાય છે આ દરમિયાનમાં ગઈકાલે તે અેક્ટિવા પર નોકરીએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ચાલીના નાકે જ ઉભેલો દિલીપ પરમાર નામના શખ્સે તેને આંતરી હતી અને છેડતી કરી બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો તેના પરિણામે યુવતિ ગભરાઈ ગઈ હતી ઘરે દોડી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ તેણે તેની માતાને કરતા માતા પણ ચોંકી ઉઠી હતી.

પુત્રીની ખુલ્લેઆમ છેડતી કરાતા માતા તેની પુત્રીને લઈ ચાલીના નાકે આવી પહોંચી હતી અને ત્યાં ઉભેલા દિલીપ પરમાર નામના આ શખ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાનમાં જ દિલીપ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે માતા પુત્રી પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સનસનાટી મચી ગઈ હતી દિલીપ પરમારની હત્યાની ધમકીથી ફફડી ઉઠેલો પરિવાર સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને આરોપી દિલીપ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તેને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.