સાબરમતીમાં લગ્નખર્ચ માટે ઉપાડેલા પાંચ લાખ ચોરી બે શખ્શ ફરાર
વૃદ્ધે થોડે સુધી પીછો કર્યો પરંતુ તસ્કરોએ બાઈક ભગાવી મુકી |
અમદાવાદ: ગાડીઓના કાચ તોડીને તથા એકટીવાના લોક તોડીને ડેકીમાંથી કિમતી માલમતા તથા રોકડ ચોરી જવાની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની ગઈ છે પોલીસ તંત્ર શહેર સુરક્ષીત હોવાનુ કહી રહી છે ત્યારે રીઢા ગુનેગાર ગંભીર ગુનાઓને અંજામ આપી તેમના નાક નીચેથી છટકી રહ્યા છે સીસીટીવી ફુટેજ ઉપરાંત અત્યાધુનિક સાધનોથી જ સજજ હોવા છતા પોલીસતંત્ર ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહેતા શહેરીજનોને તેમની કામગીરી ઉપર પણ હવે શંક ઉપજી રહી છે આ સ્થિતિમાં દિકરાના લગ્નપ્રસંગે વૃદ્ધ બેકમાંથી રૂપિયા પ લાખ રોકડ ઉપાડી લાવ્યા હતા નજર ચુકવીને તસ્કરો તે ચોરી જતા વૃદ્ધ અને તેમનાં પરીવારો માથે ચિતાના વાદળો છવાયા છે.
મંગાજી જવાનજી ઠાકોર નામના વૃદ્ધ અડાલજના અમીયાપુરમા આવેલા રામદેવપીરવાળા મોટા વાસમાં રહે છે ત્રણ દિકરા પિતા મંગાજીનાં બીજા નંબરના દિકરા રાહુલભાઈ લગ્ન ટુંક સમયમાં કરવાનાં હોઈ મંગળવારે સવારે મંગાજી બેકમાંથી રૂપિયા પ લાખની રોકડ ઉપાડી લાવ્યા હતા લગ્નમાં ખર્ચ માટેની આ રકમ તેમણે એકટીવાની ડેકીમાં મુકી હતી રામનગર સાબરમતી ખાતે શાક માર્કેટમાંથી શાકભાજીની ખરીદી કરવા ગયા હતા.
બાવન વર્ષીય મંગાજી પોતાની બાજુમાં એકટીવા ઉભી કરી ખરીદી કરતા હતા એ વખતે સાંજના સુમારે બે છોકરા આવ્યા હતા અને તેમની નજર ચુકવીને એકટીવાની ડેકીનું લોક ખોલી નાખ્યુ હતુ અને રોકડ રકમ ભરેલી થેલી લઈને રફુચક્કકર થઈ ગયા હતા મંગાજીનું ધ્યાન પડતા જ તે પણણ બંને ગઠીયાઓની પાછળ ભાગ્યા હતા જા કે થોડે સુધી પીછો કર્યા બાદ બંને ચોર પોતાના બાઈક ઉપર જુના ટોલનાકા તરફ ભાગી ગયા હતા આ અંગે મંગાજીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં બંને ચોરો વિરુદ્ધ રૂપિયા પ લાખની રોકડ ચોરી જવાની ફરીયાદ નોધાવી છે. આગે ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ શહેરમાં વારવાર બની રહી છે જેના કારણે પ્રજાજનોમા પણ રોષ વ્યાપી ગયો છે.