સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે 23 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર 09489/09490 સાબરમતી-ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)
ટ્રેન નંબર 09489 સાબરમતી-ગોરખપુર સ્પેશિયલ સાબરમતીથી મંગળવાર, 23 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09490 ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર, 25 એપ્રિલ 2024ના રોજ 07:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:15 કલાકે સાબરમતી પહોંચશે.
રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, મનકાપુર, બભનાન, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 17 સ્લીપર ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09489નું બુકિંગ 23 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.