સાબરમતી જેલનાં હાઈ સિક્યોરીટી યાર્ડમાંથી બે મોબાઈલ મળ્યા

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની સાબરમતી જેલમાંથી વધુ એક વખત બે મોબાઈલ મળી આવ્યા છે. રવિવારે ઝડતી સ્ટાફને આદેશ કરવામાં આવતા જેલની તપાસ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન હાઈસીક્યોરીટી યાર્ડમાં આવેલી ખોલી નંબર ૭માંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પુછપરછ કરતાં ખોલીમાં બંધ પાકા કામના કેદીએ પોતાના હોવાનો ઈન્કાર કરતા રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવાઈ છે.