સાબરમતી જેલમાં કોરોનાના કેસો વધતા કેદીઓને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ
(એજન્સી) અમદાવાદ, રાજયની સૌથી મોટી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેલના ચાર કેદીઓને હોસ્પીટલમાં એડમિટ કરાયા છે તો કોરોનાના સંક્રમણને પગલે જેલ સ્ટાફ અને કેદીઓને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાયુ છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો ગ્રાફ વધતા જેલમાં આવતા નવા કેદીઓના કોરોનાના કેસ વધતા હવે બુસ્ટર ડોઝનો સહારો લેવો પડી રહ્યા છે. ત્યારે હવે જેમણે નવ મહિના અગાઉ વેક્સિનના ડોઝ લેીધા હતા તેઓને નવી ગાઈડલાઈન અનુસાર બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. તેમજ કેદીઓને પણ આપવામાં આવી રહ્યો છે.