Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં મહિલા કેદીઓ માટે સૅનિટરી નૅપ્કિનનું વેન્ડીંગ મશીન મૂકાયું

અમદાવાદ, સાબરમતી મહિલા જેલમાં (sabarmati jail , ahmedabad, gujarat) નેશનલ લીગલ સર્વિસ આૅથઆૅરિટી (National legal service authority),  ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ આૅથઆૅરિટી તથા રાજ્યના જેલ વિભાગ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય સુવિધા સચવાય તેવા ઉદ્દેશથી સૅનિટરી નૅપ્કિન ઉપલબ્ધ કરતા વેન્ડીંગ મશીન તથા તેના સુયોગ્ય નિકાલ, ડિસ્પોઝલ માટે મૂકાયેલા ઈન્સીનરેટર મશીન મહાનુભાવોએ ખુલ્લા મુક્યા હતા. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ (Gujarat High court chief justice Vikramnath), કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja), હાઇકોર્ટના જસ્ટીસ એસ. આર. બ્રહ્મભટ્ટ (Justice S. R. Bramhbhatt), આર.એમ. છાયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ લીગલ સર્વિસીસ આૅથારિટીની નાગપુર ખાતે મળેલી ૧૭ મી નેશનલ મીટમાં આ મુદ્દા ઉપર વિચારણા કરાઇ હતી. મહિલાઓ માટે મૅન્સ્ટ્રુઅલ હાઈજીનની સમજ અને જાગૃતિ અત્યંત જરૂરી છે. આ બાબતની બેદરકારી કે સુવિધાના અભાવે કેન્સર જેવી ગંભીર બીમારી મહિલાઓને થઈ શકે છે. ત્યારે જેલવાસ ભોગવતી મહિલાઓ માટે આ સુવિધા અત્યંત ઉપયોગી પુરવાર થશે.

Pradipsinh Jadeja & Chief Justice High Court

પ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું છે કે મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે સાબરમતી મહિલા જેલમાં આજે કાર્યાન્વિત કરાયેલું વેન્ડર મશીન (Vending machine) તથા ઇન્સીનરેટર મશીન એક નવતર અભિગમ પુરવાર થશે. સાથે સાથે લીગલ સર્વિસ ક્લિનિક અને પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્‌યુલ બંદીવાનો અને તેમના પરિવારજનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. મહિલાઓનાં મૅનસ્ટ્રૂઅલ હાઇઝીન માટે આ એક અનુકરણીય પગલું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે જણાવ્યું હતું કે મહિલાઓની સ્વચ્છતા-સ્વસ્થતા માટે આ નવતર અભિગમ કાર્યાન્વિત કરાયો છે તે પ્રશંસનીય છે. સાથે- સાથે પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્‌યુલ કેદીઓ ઉપરાંત તેમના પરિવારજનો માટે પણ ઉપયોગી પુરવાર થશે . અહીં કાર્યાન્વિત કરાયેલા લીગલ સર્વિસ ક્લિનિકમા દર શુક્રવારે કાયદા નિષ્ણાતો- મહિલા એડવોકેટ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.