Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં ૨૦ કેદીઓ અને બે પોલીસ કર્મી સ્ટાફ કોરોના પોઝિટિવ

અમદાવાદ, અમદાવાદમાં કોરોના નવા કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૦ કેદીઓ સાથે બે પોલીસ કર્મચારીઓનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. સેન્ટ્રલ જેલમાં હાલ ૩૪૮૦ કેદીઓ છે.

આ જેલમાં દરરોજના નવા નવા કેદીઓ આવી રહ્યા છે. જેથી કોરોના સંક્મણ ન ફેલાય તે માટે આઈસોલેશન રુમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. નવા કેદીઓ પ્રવેશે છે તો તેઓનું સૌ પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવતું હોય છે અને જે તે પોઝિટિવ આવે તો તેને અલગ રાખવામાં આવતો હોય છે.

સેન્ટ્રલ જેલમાં આજથી કેદીઓ અને જેલના તમામ સ્ટાફનો કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. જયારે ૨૦થી વધારે કેદીઓને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે. જાે કે, સાવચેતીના પગલે જેલમાં દરરોજ હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેલમાં રહેલા ૩૫૨૩ કેદીઓ પ્રથમ ડોઝ અને ૨૦૦૦ કેદીઓ બીજાે ડોઝ પૂર્ણ થઈ ગયો છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ૬૦૯૬ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬૩૬૧૦ છે.

જ્યારે આ સમયગાળામાં કોરોનાથી૮ દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૯, ૨૨, ૭૫૦સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા ૮,૫૨,૪૭૧પહોંચી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.