સાબરમતી ડીઝલ શેડ નજીક આગ

અમદાવાદ,સાબરમતી રેલવે યાર્ડ પાસે ડીઝલ શેડ નજીક આવેલા એક પુલ નીચે શુક્રવાર મોડે સાંજે આગ લાગી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ ફાયબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અંગે ફાયબ્રિગેડના એક કર્મચારીએ જણાવ્યું હતું કે ડીઝલ શેડ નજીક આવેલા પુલની નીચે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જેના પર કાબૂ મેળવી લેવાયો હતો.