Western Times News

Gujarati News

સાબરમતી નદીમાં ૧૦-૧૫ હજાર ક્યુસેક પાણી છોડાયું

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા
ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના ૬ વાગ્યા બાદ ૧૦૦૦થી ૧૫ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. વાસાણા બેરેજમાં સાજે ૪ વાગે ૧૨૯.૭૫ ફુટ નોંધાયેલ હતું. નદીમાં પાણીની આવક ૧૪૦ ક્યુસેક થથા નર્મદા કેનાલની આવક ૪૫૫૦ ક્યુસેક તથા નદીમાં જાવક પાણીની ૩૯૮૩ ક્યુસેક છે.

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા. દરમિયાનમાં ધરોઈ ડેમમાં સાંજે ૫ વાગે પાણીની સપાટી ૬૧૬.૮૦ ફુટના એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો છે. પાણીની આવક ધરોઈ ડેમમાં ૪૬૬૧૧ ક્યુસેક છે. જે અનુસાર જાે પાણીની આવક સતત જળવાય તો સાંજે ૬ વાગતા ૧૦થી ૧૫ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ ધરોઈ ડેમથી નીચેવાસમાં સાબરમતી નદીમાં છોડાવામાં આવશે. જે પાણી સંતસરોવર ગાંધીનગર ખાતેથી વાસણા બેરેજ ખાતે આવશે.

જ્યાંથી બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવશે. સંત સરોવર ઈન્દ્રોડા રીચાર્જ યોજવામાં પાણીનો જથ્થો ૧૦૦ ટકા ૫૫.૫૦ મીટરે છે. તથા ૧૪૦ ક્યુસેક પાણીની આવક જાવક છે. વાસણા બેરેજ ૧૨૯.૭૫ ફુટે છે. જેની મહત્તમ સપાટી ૧૩૭ છે. હાલમાં ૩૯૮૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આ શક્યતાને જાેતા કાંઠા વિસ્તારના તમામ ગામો અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.