સાબરમતી નદી નજીકથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠી
અમદાવાદ, અમદાવાદમાં એરપોર્ટ નજીક PCBએ કોતરપુરમાં રેડ દરમિયાન સાબરમતી નજીકથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. આ ભઠ્ઠી પર PCBએ દરોડા પાડીને હજારો લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી છે. તદુપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવનાર મા (મહિલા બુટલેગર) અને તેનો દીકરો હાલમાં ફરાર છે.
પોલીસે તેઓની વિરૂદ્ધ ગુનો નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરશે.મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગની બાજુમાં આવેલ સાબરમતી નદીના પટની ડાબી બાજુ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. ત્યારે આ મામલે PCB ને બાતમી મળતા PCBએ ઘટનાસ્થળે રેડ પાડી.
અહીં જમીનમાં દટાયેલા પીપડામાં દારૂ બનાવવામાં આવતો. જેમાંથી ૯૭૦૦ લિટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો કે જેનો સ્થળ પર જ નાશ કરાયો.પોલીસે દારૂ બનાવવા માટે વપરાતો ૭૭૦ કિલો અખાદ્ય ગોળ પણ કબ્જે કર્યો છે. દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવતન PCB રેડ અંગેની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
હાલમાં પોલીસે તેઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની શોધખોળ હાથ ધરી છે. જાે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી હોવા છતાં પોલીસ કઇ રીતે આ ઘટનાથી અજાણ હતી. તે એક મોટો પ્રશ્ન છે.SS3KP