સાબરમતી નદી શુધ્ધિકરણઃ AMC દ્વારા ૩૩૬ ટન વેલ-લીલને બહાર કઢાઈ
ત્રણ સ્કીમર મશીન અને ટ્રકટર ટ્રોલી, બે જેસીબી મશીન અને છ ટ્રકને કામે લગાડાયાં છે. આ મશીનરી ઉપરાંત ૧૦૦થી વધુ મજૂરો વેલ-લીલ સહિતનો કચરો બહાર કાઢી રહ્યાં છે.
અમદાવાદ, શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતીનદીના કારણે અમદાવાદની ઓળખ બની છે. સાબરમતી નદીએ અમદાવાદના પૂર્વ અને પશ્ચિઋમ એમ બે ભાગ કર્યા હોઈ તેનાથી શહેરની રોનક પણ વધી છે. આ નદી પરનો રિવરફ્રન્ટ તો ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બે વર્ષ અગાઉ મ્યુનિ. તંત્ર દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન બાદ જાણે-અજાણે સાબરમતી નદી ઉપક્ષિત થઈ છે એટલે આ નદીમાં ચારે તરફ લીલના થરના થર જામ્યા છે. એક પ્રકારે વેલ-લીલ સહિતના કચરાથી નદી જાેવીપણ ગમે તેવી રહી નથી.
દરમિયાન, તંત્ર દ્વારા નદીમાંથી વેલ-લીલને બહાર કાઢીને તેને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જે અંતર્ગત નદીન પાણીની ઉપલી સપાટી પર જાણે કે નદીએ લીલી ચાદર ઓઢી લીધી હોય, તે પ્રકારનાં આંખને ન ગમે તેવાં દ્રશ્યથી સાબરમતી નજદીને મુક્ત કરવા અત્યાર સુધીમાં ૩૩પ ટન વેલ-લીલને બહાર કઢાયા છે.
ગત સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે સુઓમોટો સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે વિગતવાર રર નિર્દેશ જારી કર્યા હતા. હાઈકોર્ટે નદીઓને આપણી જીવાદોરી તરીકે ઓળખાવીને નોંધ્યું હતું કે સાબરમતી નદીમાં અતિ પ્રદૂષણનું કારણ આપણું પર્યાવરણ પ્રત્યેનું બેદરકારીભર્યુ વલણ છે. દરેક વ્યક્તિએ સમજવું પડશે કે નદીઓને સ્વચ્છ રાખવી એ આપણી સંયુક્ત જવાબદારી છે.
જાે કે મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના હદ વિસ્તારમાંથી સાબરમતી નદીમાં એક પણ આઉટલેટમાંથી ગટરનું પાણી કે કેમિકલયુક્ત પાણી છોડતું નથી તેવો દાવો કર્યો છે. હવે ઈન્દિરાબ્રિજની આગળના ગાંધીનગરના વિસ્તારમાંથી નદીમાં ગટર કે કેમિકલનું ગંદુ પાણી છોડીને તેને દૂષિત કરાતી હોવાનું તંત્ર જણાવે છે, પરંતુ નદીના ઉપલા સ્તરમાં વેલ જામીજવી અને લીલની સમસ્યા ખૂબ ગંભીર બની છે.
જેના કારણે સાબરમતી નદીના પાણીમાંજામેલા ગ્રીન વેસ્ટને વૂર કરવા મ્યુનિ. તંત્ર દ્વારા ક્વાયત હાથ ધરાઈ છે. ઉપરવાસથી લીલવાળું પાણી સતત આવી રહ્યું છે. તેમજ કેનાલથી ૧પ દિવસથી પાણીની આવક બંધ છે. આવા વિષમ સંજાેગોમાં મ્યુનિ. સત્તાધીશોએ ત્રણ સ્કીમર મશીન અને ટ્રકટર ટ્રોલી, બે જેસીબી મશીન અને છ ટ્રકને કામે લગાડાયાં છે. આ મશીનરી ઉપરાંત ૧૦૦થી વધુ મજૂરો વેલ-લીલ સહિતનો કચરો બહાર કાઢી રહ્યાં છે.
હાલમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ ઓછું હોવાથી સુભાષબ્રિજ પાસે બનાવેલા રેમ્પમાં કચરાનો નિકાલ થઈ શકતો નથી. એટલે સ્કીમર મશીનમાં એકત્ર થયેલા કચરાને સરદારબ્રિજ પાસે બનાવેલા રેમ્ણમાં ઠલવાય છે. આમ કામગીરીના સ્થળ અને કચરાના નિકાલના સ્થળ વચ્ચે ખૂબ અંતર હોઈ નદીમાંથી ગ્રીન વેસ્ટનાા નિકાલની કામગીરીમાં અંતરાયો ઉભા થઈ રહ્યાં છે.
જાે કે તંત્ર દ્વારા લીલ-વેલ કાઢવાની કામગીરી સતત ચાલતી રહેશે તેમ જણાવાય છે. હાલમાં શુધ્ધિકરણની સઘન ંઝુંબેશ હેઠળ એક મશનીનને સરદારબ્રિજ અને વાસણા બેરેજ વચ્ચે, એક મશીનને ફૂટ ઓવીરબ્રિજથી આગળ ગાંધીબ્રીજ પાસે અને એક વાસણા બેરુેજ વિસ્તાર એમ ત્રણે ત્રણ મશીનને કામે લગાડાયેલા છે. જાેકે પાણીના ઓછા સ્તરથી મશનીને શાહીબાય તરફ મોકલી શકાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૮-૧૯માં પૂર્વ કમિશ્નર વિજય નહેરાના સમયકાળમાં ત્રણે મશીન ખરીદાયાં છે. અનેક મશીનની કિંમત રૂા. બે કરોડથી વધુની છે. આમ તો પૂર્વ કમિશ્નર આઈ.પી. ગૌતમે નદી પરની લીલ-વેલને દૂર કરવા સૌથી પહેલું મશીન વસાવ્યું હતું.