Western Times News

Gujarati News

સાબરમતી મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ ફોન મળતા ચકચાર

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાત રાજ્યની સૌથી આધુનિક સાધનો ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત મોબાઈલ ફોન મળવાની ઘટના બની છે. નવી બેરેકમાં પેટ્રોલીંગમાં નીકળેલી તપાસ પાર્ટીને મોબાઈલ ફોન મળતા તેમણે ઉપરી અધિકારીને જાણ કરી હતી. આ અંગે રાણિપ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. (mobile phone recovered from Sabarmati central jail barack ahmedabad gujarat, Ranip police filed a complain)

મંગળવારે બપોરે બાર વાગ્યાના સુમારે સાબરમતી સેન્ટ્રલ જેલની રેડ પાર્ટી મધ્યસ્થ જેલ વિભાગ-૧માં તપાસ ચલાવી રહી હતી. સાત સાત રાજ્યોની બનેલી રેડ પાર્ટીએ બેથી ત્રણ કલાક સુધી સઘન તપાસ કરતા નવી બેરેક નંબર ૧ ના સંડાસની અંદર ખુણામાં ટાઈલ્સની નીચે બાકોરૂ પાડીને છુપાવી રાખેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી રેડ પાર્ટીએ વધુ સઘન તપાસ કરી હતી. બાદમાં આ અગે જેલર અને અધિકારીઓને જાણ કર્યા બાદ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન મળવાની ઘટના બનતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.