સાબરમતી : મેટ્રો પ્રોજેક્ટનાં મેનેજરની બાઈકની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની મેટ્રો રેલના મેનેજરનું બાઈક ચોરાવાની ઘટના સામે આવી છે મેનેજર પોતાનું બાઈક મુકીને ઓફીસમાં ગયા હતા અને બપોરે પરત ફરતા તે ગાયબ હતું.
આ અંગેની વિગત એવી છ ેકે જયભાઈ કાછઠ મુળ રાજકોટના છે અને હાલ શેલા ખાતે રહે છે તથા મેટ્રો પ્રોજેકટમાં જુનીયર સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
શુક્રવારે સવારે તે સાબરમતી એઈસી પાવર હાઉસ ખાતે આવેલી પોતાની ઓફીસે ગયા હતા અને બાઈક ઓફીસ નજીક મગનજી દુધવાળાની ચાલી ખાતે મુકી હતી જાેકે બપોરે એક વાગ્યે તે પરત ફરતાં તેમનું બાઈક ગાયબ થઈ ગયું હતું આસપાસ શોધખોળ કરવા છતાં તે મળી ન આવતા છેવટે તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરીયાદ નોંધાવી છે.