Western Times News

Gujarati News

સાબરમતી રિવરફ્રંટના ૧૫૦ કરોડના ૪ પ્રોજેક્ટને કોરોના નડ્યો?

પ્રોજેક્ટ પૂરા થવાની મુદત ૧ વર્ષ પહેલાની હતી-રિવરફ્રંટ પર સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગ અને આઈકોનિક ફૂટબ્રિજના પ્રોજેક્ટ એક વર્ષથી વધુ વિલંબિત

અમદાવાદ,  શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૫૦ કરોડથી વધુ રકમના ચાર પ્રોજેક્ટને કોરોના નડ્યો કે તેનાથી ફાયદો થયો તે મહત્વનો સવાલ છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂપિયા ૫ કરોડના ખર્ચે શાહપુર સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સનું કામ ફેબ્રુઆરી ૨૦૨૦માં પૂરું થવાનું હતું પરંતુ તે થયું નથી.

૧૫ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્‌સ કોમ્લેક્સનું કામ એપ્રિલ ૨૦૨૦માં પૂર્ણ થવાનું હતું તે પણ મુદતમાં પૂર્ણ થયું નથી. ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે એસવીપી મલ્ટીલેવલ પાર્કિંગનું કામ સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂર્ણ થવાનું તે પણ હજી ચાલી રહ્યું છે. રૂપિયા ૭૪ કરોડના ખર્ચે આઈકોનિક ફૂટઓવર બ્રિજનું કામ ઓક્ટોબર ૨૦૨૦માં પૂર્ણ થવાનું હતું પરંતુ હજી પ્રગતિમાં છે.

આમ, કોરોના મહામારીના નામે તમામ કામોની મુદત વધારવામાં આવી છે પરંતુ કોરોના મહામારીના નામે કોન્ટ્રાક્ટરોને મુદત વધારો મળી ગયો છે અને પેનલ્ટીથી બચી ગયા છે, તેવું સૂત્રોનું કહેવું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાબરમતી રિવરફ્રંટ કંપની દ્વારા ૩ માર્ચ ૨૦૧૯ના રોજ એસવીપી હોસ્પિટલની પાછળના ભાગમાં ૮૭૧૦ ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં એસવીપી મલ્ટિલેવલ પાર્કિંગનું કામ શરૂ કરાયું હતું. એ સમયે રૂપિયા ૫૯,૮૭,૬૦,૭૧૦ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભવિત તારીખ ૫-૯-૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી. આ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. આ પ્રોજેક્ટમાં ૮૭૧૦ ચો.મી.ના પ્લોટમાં ૩૮,૭૨૫ ચો.મી. બિલ્ટઅપ એરિયા અને ૧૮૦૦ ચો.મી. કોમર્શિયલ બાંધકામ નક્કી કરાયું હતું. જેમાં ૧૮ દુકાનો બાંધવાની હતી.

બેઝમેન્ટમાં ૧૭૦ કારનું પાર્કિંગ અને ભવિષ્યમાં મિકેનીકલ પાર્કિંગ થઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં ૧ હજારથી વધુ કારનું પાર્કિંગ કરી શકાશે. બેઝમેન્ટ, ૬ માળ તથા ટેરેસમાં કુલ દરેક માળે તથા દરેક એન્ટ્રી પોઈન્ટ પર દરેક માળે કેટલું પાર્કિંગ ખાલી છે

તે દર્શાવતી ઓટોમેટિક ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ મૂકવાનું આયોજન કરાયું છે. જે જગ્યાએ કાર પાર્ક થઈ હશે તે જગ્યાએ ઓટોમેટિક સેન્સર સિસ્ટમથી ડિસ્પ્લેમાં ઓટોમેટિક થઈ થઈ જશે. દરેક માળ પર ઈલેક્ટ્રિક વાહનો રાખવા માટે ઈ-ઝોન રાખવામાં આવ્યો છે.

આ બિલ્ડિંગથી ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ તરફ જવા સ્કાય વૉક વે પણ બનાવાનું આયોજન કરાયું છે. આ આખો પ્રોજેક્ટ ૧૦ મહિના જેટલો વિલંબિત થયો છે અને ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત થઈ નથી.

સાબરમતી રિવરફ્રંટ કંપની દ્વારા રૂપિયા ૨૫.૬૬ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રંટ ખાતે દ્ગૈંડ્ઢની પાછળ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ બનાવાનું નક્કી થયું હતું પછી ૩ માર્ચ ૨૦૧૯ના રોજ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ૧૫ એપ્રિલ ૨૦૨૦માં પૂર્ણ થવાનો હતો પરંતુ વર્ષ વિત્યું છતાં પૂર્ણ ના થયું.

અહીં ઓપન એરિયા ફોર મલ્ટીપલ સ્પોર્ટ્‌સ જેમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડ, ૮૦૦ મીટરનો જાેગિંગ ટ્રેક બનાવાનું આયોજન હતું. જે પૈકીનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે પણ આ સમય નિયત મુદત કરતાં મોડો ચાલી રહ્યો છે. આ પ્રકારે પાંચ કરોડના ખર્ચે શાહપુર સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ તૈયાર કરવાનું મંજૂર કરાયું હતું. જેનું કામ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પૂરું થવાનું હતું પરંતુ તેના હજી કોઈ ઠેકાણાં નથી.  આ પ્રોજેક્ટ હજી પૂરો થયેલો જાહેર કરાયો નથી.

સાબરમતી રિવરફ્રંટ કંપની દ્વારા ૭૪.૨૯ કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રંટમાં સરદાર બ્રિજ અને એલિસબ્રિજના વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બાંધવાનું નક્કી કરાયું હતું. ૨૧ જૂન ૨૦૧૮ રોજ કામ શરૂ કરાયું હતું. એ વખતે પ્રોજેક્ટ ૩૦-૯-૨૦૨૦ના રોજ પૂરો થવાનો હતો પરંતુ એક વર્ષ વિત્યું હોવા છતાં કામ પૂરું થયું નથી. હજી ડિસેમ્બર સુધી કામ પતે તેવી શક્યતા દેખાતી નથી.

આ પ્રોજેક્ટ છેલ્લા એક વર્ષથી લટકી પડ્યો છે. સાબરમતી રિવરફ્રંટ કંપની દ્વારા આઈકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટીલનું વજન ૨૧૦૦ મેટ્રિક ટન લોખંડનું પાઈપ સ્ટ્રક્ચર તથા ટેન્સાઈલ ફેબ્રિકની છત, આરસીસી પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ, આરસીસી ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ છેડાના ભાગે પતંગ આકારના સ્ક્લ્પચર મૂકવાનું આયોજન છે. ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવી ન્ઈડ્ઢ લાઈટ પણ ફીટ કરાવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.