સાબરમતી રેલવે પ્લેટફોર્મ પર ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો
વરસાદમાં નહાવા નીકળેલા બાળકનો મૃતદેહ મળતાં પરીવારજનો આઘાતમાંઃ પોલીસ તમામ પાસા ચકાસી રહી છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં સાબરમતી રેલવે સ્ટેશન પર હાલમાં આરપીએફની બેરેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જયાં એક ખુલ્લી અવાવરું ટાંકીમાં પડી જતાં એક બાળકનું મૃત્યુ નીપજયાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. બાર વર્ષીય બાળક નજીકમાં જ રહેતો સાંજે રમતાં રમતાં ટાંકામાં પડી ગયા બાદ પાણીમાં ડુબી ગયો હોવાનું અનુમાન હાથ પોલીસ લગાવી રહી છે. આ બાળક રાત્રે મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરીવારજનો સહીતનાં લોકો તેને શોધવા નીકળ્યાં હતા. જા કે તેનો મૃતદેહ હાથ લાગતાં પરીવારજનોમાં ડઘાઈ ગયા છે. તથા કલ્પાંત કરી રહયાં છે.
મૃત્યુ પામનાર બાળક કાર્તિક સોનુભાઈ ઠાકોર પરીવારજનોસાથે કબીર ચોક સાબરમતી ખાતે રહે છે. બાર વર્ષીય કાર્તિક ગઈકાલે સાંજે ઘરેથી રમવા જતો હોવાનું કહીને નીકળ્યો હતો. જા કે મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં પરીવારે આસપાસમાં તપાસ કરી તેનાં મિત્રોની પુછપરછ કરી હતી. જા કે બધાએ તેને જાયો હોવાનું ઈન્કાર કરતાં કાર્તિકનો પરીવાર ગભરાઈ ગયો હતો અને બધા કુટુંબીજનો તેને શોધવા માટે નીકળ્યા હતા. કાર્તિકને શોધવા માટે પાડોશીઓ પણ ચારે તરફ ફરી વળ્યા હતા.
દરમ્યાન તેની શોધખોળ કરતાં કાર્તિકનાં કાકા સુરેન્દ્ર શેખર સાબરમતી રેલવે સ્ટેશન પર પહોચ્યા હતા. જયાં પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવેલી મસ્જીદ નજીક તપાસ કરી રહયાં હતા. નજીકમાં જ આરપીએફની બેરેક બનતી હોવાથી તેનું કામકાજ ચાલી રહયું હતું.
તેમાં પણ તપાસ કરવા જતાં ત્રેવીસ વર્ષીય સુરેન્દ્રને ખુલ્લા પાણીનાં ટાંકામાં કાર્તિકનો મૃતદેહ દેખાયો હતો. જેને પગલે સુરેન્દ્રએ બુમાબુમ કરી મુકતાં પરીવારજનો ઉપરાંતનાં લોકો એકત્ર થઈ ગયા હતા.
કાર્તિકનાં મૃતદેહને બહાર કાઢીને તેઓ તુરંત ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા. જયાં ફરજ ઉપરનાં તબીબે કાર્તિકને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળતાં જ તમામ કુટુંબીઓ આક્રંદ કરવા લાગ્યા હતા. બાદમાં કાર્તિકનાં કાકા સુરેન્દ્ર સાબરમતી રેલવે પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા. જયાં તેમણે સમગ્ર હકીકત જણાવી હતી. જે સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે તાત્કાલીક કાર્તિકનો મૃતદેહ કબજે લઈને તેને સીવીલ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
અને આસપાસનાં રહીશોનાં નિવેદનો લેવાનાં શરૂ કર્યાં છે. પ્રાથમિક તપાસમાં ગઈકાલે સાંજે કાર્તિક વરસાદમાં નહાવા ગયો હોવાનું અને બાદમાં અકસ્માતે પાણીની ટાંકીમાં પડી જતાં મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસ તપાસ ચલાવી રહી છે. જા કે બાર વર્ષીય બાળકનું મૃત્યુ થયું હોવાથી તમામ પાસાં ઉપર ધ્યાન આપવામાં આવી રહયું છે. જયારે ઘટનાસ્થળની આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.
નાનાં બાળકનું રમતાં રમતાં ડુબી જતાં મૃત્યુ થયું હોવાનાં સમાચાર વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં અન્ય રહીશો પણ ચોકી ઉઠયા છે. ઉપરાંત બાળકનાં મૃત્યુની જાણ થતાં શોકગ્રસ્ત થઈ ગયા છે. જયારે કાર્તિકના પરિવાર માથે આભ તૂટી પડયું છે.
ઘરેથી નીકળેલાં કાર્તિકનો મૃતદેહ રેલવે સ્ટેશન નજીકથી મળી આવતાં પોલીસ શકય એટલાં તમામ પાસાં ચકાસી રહી છે. ઉપરાંત કાર્તિકનાં પાડોશી ઉપરાંત રેલવે સ્ટેશને હાજર લોકોની પુછપરછ કરી રહી છે.