Western Times News

Gujarati News

સામંથાના હિટ સોન્ગ બાદ હવે “પુષ્પા-૨”માં દિશા પાથરશે જાદૂ

મુંબઇ, સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ પુષ્પા ધ રાઇઝમાં અલ્લૂ અર્જુન સાથે એક હોટ અને બોલ્ડ ડાન્સ આઇટમ સોન્ગ સો અંતાવા આપ્યું હતું. ગીતમાં સામંથાના બોલ્ડ અંદાજથી ફેન્સ આશ્વર્ય પામવાની સાથે સાથે ખુશ પણ થયા હતા. આ ગીતને ઘણો બધો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો.

આ ગીત બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું હતું કે બની શકે કે ફિલ્મ પુષ્પાના બીજા પાર્ટમાં પુષ્પા ધ રૂલમાં પણ સામંથાનો કોઇ બીજાે ડાન્સ નંબર જાેવા મળે. પરંતુ કદાચ એવું નહી થાય. જી હા સામંથા સિવાય બીજી કોઇ અભિનેત્રી હવે પોતાના ડાન્સનો જલવો બતાવવાની છે.

જાેકે કોઇમોઇ ડોટ કોમના અહેવાલ મુજબ સામંથાની જગ્યાએ બોલીવુડ અભિનેત્રી દિશા પટણી પુષ્પા ધ રૂલમાં પોતાનો જાદૂ પાથરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડાયરેક્ટર સુકુમારે પુષ્પા ૨ માં આ બદલાવનો ર્નિણય કર્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પાર્તની રિલીઝ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિશા તેમાં આઇટમ સોન્ગ આપશે.

પરંતુ ત્યારે દિશાની જગ્યાએ સામંથા જાેવા મળી હતી અને હવે લાગે છે કે પાકુ દિશા બીજા પાર્ટમાં જાેવા મળશે. તાજેતરમાં જ સામંથાએ પોતાના ગીતને મળશે જાેરદાર રિસ્પોન્સ પર કહ્યું ‘મને જે તમારા બધાનો પ્રેમ મળ્યો છે તેને હું એક્સપ્લેન ન કરી શકું. મને લાગતું ન હતું કે ઓ અંતાવા ગીતને આટલો જાેરદાર રિસ્પોન્સ મળશે.

તેમણે આગળ કહ્યું કે ફક્ત તેલુગુ દર્શક જ નહી, આખા દેશના બાકી લોકો પણ મારી બાકી ફિલ્મોને ભૂલી ગયા હતા, પરંતુ ઓ અંતાવા દ્વારા હવે તેમને મને ઓળખ મળી છે. તો બીજી તરફ પહેલાં સામંથાએ જણાવ્યું હતું કે પહેલાં તે આઇટમ સોન્ગ કરવા માંગતી ન હતી, પરંતુ પછી અલ્લૂ અર્જુન અને ડાયરેક્ટર સુકુમારના સમજાવ્યા પછી તેમણે તેન કરવાની હા પાડી.

ગીતને આટલી સક્સેસ મળ્યા બાદ સામંથાએ તેની ક્રેડિટ અલ્લૂ અર્જુન અને સુકુમારને આપી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે સામંથાએ આ ૩ મિનિટના ગીત માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. સામંથા પાસે હવે ૩ ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં Kaathuvaakula Rendu Kaadhal, શાકુંતલમ અને યશોદામાં જાેવા મળશે. થોડા દિવસો પહેલાં શાકુંતલમ ફિલ્મમાંથી સામંથાનો પ્રથમ લુક રિલીઝ થયો હતો અને જેને ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.