સામંથા-નાગાનાં ચાર વર્ષ જૂના લગ્ન તૂટવાની તૈયારીમાં?
મુંબઈ, સાઉથ સિનેમાની એક્ટ્રેસ અને નાગાર્જુનની વહૂ સમંથા અક્કિનેનીને વેબ સીરીઝ ધ ફેમિલી મેન ૨માં તેનાં દમદાર પરફોર્મન્સ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મોની સાથે સાથે તે તેની પર્સનલ લાઇફ માટે પણ ઘણી ચર્ચામાં છે. ખરેખરમાં, ગત કેટલાંક દિવસો પહેલાં તેણે તેનાં નામની પાછળથી અક્કિનેની હટાવી દીધુ હતું. જે બાદથી એવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, તેણે તેનાં પતિ નાગા ચૈતન્ય સાથેનાં સંબંધો તુટવાની કગાર પર છે.
આ મામલે એક્ટ્રેસે રિએક્શન પણ આપ્યું છે. ઘણાં મીડિયા રિપોર્ટ્સ મુજબ, સમંથા અક્કિનેની અને નાગા ચૈતન્યાનાં સંબંધો લગ્નનાં ચાર વર્ષ બાદ તુટવા પહોચ્યાં છે. તેમનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. બંને એક્ટર્સ અંગે આ સમાચાર પણ છે કે, તેઓ હવે સાથે નથી. જાેકે, મીડિયામાં બંને તરફથી કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
સામંથાએ એક ઇન્ટરવ્યૂમાં તેનાં અને નાગા ચૈતન્યનાં સંબંધ અંગે વાત કરી છે. તેણે તેનાં સંબંધનાં તુટવાં પર સવાલ કર્યાં તો તેણે ફાલતૂ સવાલોનાં જવાબ નથી આપતી. તેમ કહ્યું હતું. એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, જાે સૌ કોઇ પોતાનો મત રાખવાનો અધિકાર ધરાવે છે. તો તેને પણ પોતાની રાય મુકવાનો અધિકાર છે.
સામંથાએ તેની વાત આગળ વધારતાં કહ્યું કે, તે કોન્ટ્રોવર્સી સામે તેનું મગજ ખરાબ નથી કરતી. અને તેને કહ્યું કે, ગોસિપ્સ સેલિબ્રિટી લાઇફનો નાનકડો હિસ્સો છે. તો ખબરમાં, નાગ ચૈતન્ય અંગે કહેવામાં આવે છે કે, તે કથિત રીતે પ્રોડ્યુસર અને મીડિયાને તેનાં સવાલો અને ફોન કોલ્સથી બચી રહ્યાં છે. જે તે અને તેની પત્નીનાં સંબંધ અંગે સવાલ કરે છે.
આપને જણાવી દઇએ કે, નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેની તરફથી લગ્નમાં આવેલી ખટાશ અંગે કોઇ જ અધિકૃત નિવેદન જાહે કરવામાં આવ્યું નથી. નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેનીએ ૬ ઓક્ટોબર ૨૦૧૭માં થયા હતાં. કપલએ પહેલાં દક્ષિણ ભારતીય અને પછી ક્રિશ્ચન બંને રીતિ રિવાજથી લગ્ન કર્યા હતાં.SSS