સામવેદનું ગાન ‘ઉદ્ગીથ’
દેવો અને દાનવો બંને બ્રહ્માનાં સંતાનો હતા. દેવો થોડા હતાં અને અસુરો ઘણા હતા. એટલે અસુરો સામે દેવોને ટકી રહેવું અતિ મુશ્કેલ હતું. વિધાની ઉપાસના કરે તે તેવો અને ભૌતિક શકિતનો વિસ્તાર કરે તે અસુરો. આવા દેવો અને દાનવો વચ્ચે એકવાર ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. એક જ બાપના બેટા હોવા છતાં બંનેના સ્વભાવોમાં વિષમતા પહેલી હતી. દેવગણ નિરંતર વિધાની ઉપાસના કરતો, જયારે અસુરણગણ ભૌતિકશકિતનો વિસ્તાર કરવા માગતો હતો.
આ પ્રમાણે બંનેની પ્રવૃત્તિઓ એકબીજાથી વિરૂધ્ધ હતી. પરીણામ એ આવ્યું કે, બંને એકબીજાનો વિનાશ કરવા મચ્યા રહયાં, દેવો અને અસુરોની આ સ્પર્ધા એટલે સુધી આગળ વધી કે દેવોને થયું કે, ‘ચાલો આપણે યજ્ઞમાં ઉદ્ગીથ વડે અસુરોને હરાવીએ.’
દેવોએ ઉદ્ગીથ (ઓમકારની) ઉપાસનાનો આરંભ કરી દીધો. ‘ઉદ્દગીથ’ શું છે તેનો વિચાર કરીએ. ‘ઉત્ ગી’ થી ઉદગીથ એ શબ્દ બન્યો છે. પ્રાણ એ ઉત્ છે, કારણ કે પ્રાણે જ આ બધું વિશ્વ ઉત્ત ઉભું કરી તબ્ધ રાખ્યું છે. વાણી તે ગીથા-ગાન છે.‘ઉદ્ગીથ’ એ સામવેદમાં આવતું એક પ્રકારનું ગાન છે. તેની શરૂઆત ૐ’ થી થાય છે. તે સોમયાગમાં ગવાતું તેના ગાનારને ઉદ્ગાતા કહેતા. ‘ઉચ્ચૈઃ ગીયતે ઈતિ ઉદગીથ ઉચેથી ગવાય તે આર્યા છંદનો એક ભેદ, સામવેદના ગાનનો એક ભાગ.
દેવોએ વિચાયું કે, જા વિધાના મુળ બીજરૂપ ઓમકાર તત્વના મનન, ચિંતન અને આરાધનાનો પ્રારંભ કરી દઈએ તો એ નિશ્ચિત છે. કે એના પ્રભાવે કરીને અસુરોની તમોગુણયુકત સઘળી આસુરી શકિતઓ નષ્ટ થઈ જશે.એટલે દેવોએ વાણીનું કહ્યુંઃ તું અમારે માટે ઉદગીથ ગા.’ વાણીએ ઉદગીથ ગાયું. અસુરોએ એ જાણ્યું, એટલેએમણે વાણીને પાપથી કલુષિત કરી દીધી.
વાણીમાં જે સત્ય હતું તેની સાથે હવે અસત્ય પણ ભળ્યું અને એ જ કારણે વાણી સચ્ય અને અસત્ય બંને પ્રકારનાં વાકયોનું ઉચ્ચારણ કરે છે. સત્યની સાથે અસત્ય પણ વાણીમાં આવી જવાની લેધી ઓમકારની સ્થાપના માટે વાણી યોગ્ય રહી નહી. વાણી જે કલ્યાણ હિત વચન બોલે તે સારું છે, પણ પછી તો વાણીને અસુરોએ પાપથી વીધી નાખી તેથી વાપી અયોગ્ય ઠરી. કારણ કે, અયોગ્ય બોલવું તે પાપ છે.
પછી દેવોએ શ્વાસને ઉદગીથ ગાવાનુંકહ્યું. શ્વાસે તેમનો માટે ઉદગીથ ગાયું અને આમ શ્વાસમાં પ્રણવમંત્રને પ્રસ્થાપીત કરી, રાતદીવસ એનું રટણ કરવાન લાગ્યા. અસુરોએ જયારે આ જાણ્યું ત્યારેશ્વાસ-વાયુને પાપથી કલુષિત કરવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી તો દેવો નાક દ્વારા દિવ્ય સુગંધને શ્વાસમાં લેતા હતા. તેને બદલે હવે દુર્ગધથી પણ પરીચીત થઈ ગયા. ત્યારથી જ જગતના લોકો અને પ્રાણીઓ સુગંધ અને દુર્ગધ બંનેનો અનુભવ કરે છે.
દુર્ગધની હાજરીને લીધે પ્રણવની પ્રતીષ્ઠા શ્વાસમાં કરવાનું લગભગ અશકય અને અયોગ્ય બની ગયું. શ્વાસ શુદ્ધ વસ્તુસુંઘે છે. તે સારું છે, પણ શ્વાસ ખરાબ ચીજા સુંઘે તે પાપ છે. પછી દેવોએ આંખને ઉદ્ગીથ ગાવાનું કહ્યું. આંખેઉદગીથ ગાયું, પણ અસુરોએ એને પણ નિષ્કલંક રહેવા દીધી નહી. અસુરોએ એને પણ પાપથી ભરી દીધી. એ જ કારણે આંખો હવે સુંદર અને કુરૂપ, જાવાલયાક અને ન જાવાલાયક વસ્તુઓ જાયા કરે છે. આંખ સારી ચીજા જુએ તે તો સારું છે, પણ ખરાબ ચીજા જુએ તે પાપ છે.
પછી દેવોએ કાનને ઉદગીથ ગાવાનું કહ્યું. કોને ઉદગીથ ગાયું. અસુરોને આની જાણ થતાં જ અસુરોએ કાનને પાપથી કલુષિત કરી દીધા. પરીણામે કાન એવી વાતો પણ સાંભળવા લાગ્યા, જે ખરેખર સાંભળવા યોગ્યન હોય અને જયાં શુદ્ધતા ન હોય ત્યાંપ્રણવમંત્રની પ્રતીષ્ઠા શી રીતે થાય ભલા ?કાન સારું સાંભળે તે સારું છે, પણ ખરાબ વાત સાંભળે તે પાપ છે.
ત્યાર પછી દેવોએ મનમાં પ્રણવનું સ્થાપન કરી રટણ કરવા લાગ્યા. અસુરોએ મનને પણ પાપવાસનાથી ભરી દીધું. પરીણામે મન સારીનરસી બંને પ્રકારની ઈચ્છાઓ કરવા લાગ્યું. જયાં મન શુદ્ધ ન રહે ત્યાં પ્રણવનું સ્થાપન કેવી રીતે થઈ શકે ? દેગગણ આ વખતે પણ નિષ્ફળ ગયો. મન શુદ્ધ વિચારો કરે તે સારું છે, પણ બુરા વિચારો કરતું હોય તો તે પાપ જ છે.
આમ વાણી,શ્વાસ, આંખ,કાન,મન ઈત્યાદી, ઈન્દ્રીયો દ્વારા પ્રણવનું આરાધના કરવાના દેવોનો પ્રયાસો અસુરોએ નિષ્ફળ બનાવ્યા. એટલે છેવટે દેવોએ પ્રાણને કહ્યુંઃ ‘તું અમારે માટે ઉદગીથ ગા.’ પ્રાણેતેમને માટે ઉદગીથ ગાયું અસુરો આ જાણીને દોડી આવ્યા, પણ આ વખતે તેઓ સાવ નિષ્ફળ ગયા, કારણ કે જેમ પથ્થર પર માટીનું ઢેફું નાંખતાં જેવી ઢેફાની દશા
થાય છે, ઢેફાનો ભાંગીને ભૂકો થઈ જાય, તેમ અસુરોના પ્રયાસો પાછા પડયા અને દેવો અસુરોથી ચડીયાતા બન્યા.
આત્મબળએવી ચીજ છે. કે જેની મદદથી આસુરી શકિતનો નાશ થાય છે.તેની સામે દ્રેષ ટકી શકતો નથી. પ્રાણ શુદ્ધ અને પવિત્ર છે. તેના પર કોઈ પ્રકારના પાપની અસર પડતી નથી. પ્રાણતત્વના જાણકારને કોઈ પાપથી વીધવા માગે તો તેની દશા પણ પેલા માટીના ઢેફા જેવી જ દયનીય બની જાય છે. આ જગતના કોઈપણ માણસનો દ્વેષ તેની સામે ટકી શકતો નથી.લ એટલે પ્રાણમાં પ્રણવનું સ્થાપન કરી, આત્મબળ મેળવી લેવું ખૂબ જરૂરી છે.
આ પ્રાણતત્વ નિર્વિકાર છે. એના દ્વારા માણસ નથી સુંઘતો સુગંધ કે નથી સુંઘતો દુર્ગધ. એ જે કોઈ આરગે છે તેનો પ્રભાવ એના પર સહેજ પણ પડતો નથી. ઉલટું, બીજી પ્રાણશકિતઓને બળ મળે છે. બધી ઈન્દ્રીયો સ્વભાવે તો સ્વાર્થમાં મસ્ત રહે તેવી હોય છે, કારણ કે ઈન્દ્રિયો તો પોતપોતાનુંકામ બતાવવા સદાય ઉત્સુક રહે છે, જયારે પ્રાણતત્વ સ્વયં વિલીપ્ત હોવાથી બધી ઈન્દ્રીયોના હિતનો જ વિચાર કરવામાં મગ્ન રહે છે. અંત સમય આવતાં આ પ્રાણ ભોજન નથી કરતો, નથી કંઈ પીતો, પરીણામે બીજી ઈન્દ્રિયોની મદદ પુરી થાય છે અનેતે બધી શરીર છોડીને ચાલી જાય છે. અને મૃત્યુ પામે છે. પ્રણવની આરાધના માટે પ્રાણ જ શ્રેષ્ઠ સાધન છે. આ અવિનાશી છ ‘ઉદ્ગીથ’ની જે સર્વાત્મભાવથી ઉપાસના કરે છે, તે સદૈવ પરમ આનંદ પામ્યા વિના રેહતો નથી. પ્રણવની સાધના માટે પ્રાણ જ શ્રેષ્ઠ સાધન છે.
પ્રણવમંત્ર ઓમકાર એ બ્રહ્મવાચક શબ્દ પોતેજ બ્રહ્મસ્વરૂપ છે. અક્ષરબ્રહ્મ, શબ્દબ્રહ્મ, એમાં અ, ઉ, અને મ એ ત્રણ અક્ષર છે. ‘અ’ વિરાટ અને વિશ્વનું તથા વિષ્ણુનું વાચક છે,‘ઉ’ હિરણ્યગર્ભ તેજસ અને બ્રહ્માનું વાચક છે. અને ‘મ્’એ ઈશ્વર તથા પ્રાજ્ઞ તેમ જ શંકરનું વાચક છે, પ્રણવ બ્રહ્મનું પ્રતીક અને બ્રહ્મમયતા ૐકાર.