Western Times News

Gujarati News

સામાન્ય પ્રવાહના રિપીટર્સના ૨૭.૮૩ ટકા વિદ્યાર્થીઓ પાસ

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ સોમવારે એટલે કે આજે જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે ૮ વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જાેઇ રહ્યા છે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યનું ૨૭.૮૩ ટકા પરિણામ જાહેર થયું છે. કુલ ૧ લાખ ૧૪ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૧,૭૮૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો ર્નિણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ સુધી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. નોંધનીય છે કે, ગત શનિવારે એટલે કે, ૨૧મી ઓગસ્ટનાં રોજ ગુજકેટનું પરિણામ જાહેર થયું હતુ. સવારે ૧૦ કલાકે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતુ. જેમાં જાહેર થયેલા પરિણામની વાત કરીએ તો, ૯૯ પર્સેન્ટાઈલ ધરાવતા એ ગ્રુપમાં ૪૭૪ વિદ્યાર્થી, ૯૮ પર્સેન્ટાઈલ ધરાવતા એ ગ્રુપમાં ૯૪૦ વિદ્યાર્થી, ૯૬ પર્સેન્ટાઈલ ધરાવતા બી ગ્રુપમાં ૨૭૦૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. નોંધનીય છે કે, ૬ ઓગસ્ટે કુલ ૪ વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઈ હતી. આજે ૧ લાખ ૧૩ હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ ૧૨ સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર ૧૫ ટકા જ પરિણામ આવ્યું હતું. ૧૨ સાયન્સના ૩૨૪૬૫ વિદ્યાર્થીઓમાંથી ૩૦૩૪૩ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી હતી.માત્ર ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં ૨૨૮૧ વિદ્યાર્થીઓ અને ૨૩૬૮ વિદ્યાર્થિની છે. એ ગ્રુપમાં ૭૭૭૭ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે ૧૧૩૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે એ ગ્રુપમાં ૧૪૨૫ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૯૭ વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.