સામાન્ય પ્રવાહમાં સી૧ ગ્રેડ સાથે સૌથી વધુ વિદ્યાર્થી પાસ
ગાંધીનગર: ગુજરાતમાં આજે ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ ર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર સ્કૂલો જ જાેઇ શકશે. પરિણામ જાેવા શાળા ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જાેઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી આપીને જાણ કરશે. કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને પરિણામ આપવામાં આવશે.
નોંધનીય છે કે, કોરોનાની મહામારીમાં આ પહેલા ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ આ રીતે જ જાહેર કરવામાં આવ્યું હતું અને બંને ધોરણોમાં પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં એ૧ ગ્રેડમાં ૬૯૧, એ૨ ગ્રેડમાં ૯૪૫૫, બી૧ ગ્રેડમાં ૩૫,૨૮૮, બી૨ ગ્રેડમાં ૮૨૦૧૦, સી૧ ગ્રેડમાં ૧,૨૯,૭૮૧, સી૨ ગ્રેડમાં ૧,૦૮,૨૯૯, ડી૨ ગ્રેડમાં ૨૮,૬૯૦, ઈ૧ ગ્રેડમાં ૫૮૮૫ અને ઈ૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહત્ત્વનું છે કે, ધોરણ ૧૦ના પરિણામના ૫૦ %, ૧૧માના પરિણામના ૨૫ % અને ધોરણ ૧૨માં એકમ કસોટીના ૨૫% માર્કને ગણીને પરિણામ બનાવવામાં આવ્યું છે.
કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સહિત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો હતો. પહેલીવાર ધો. ૧૨ બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે ૧૦૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની ૫૫૦ સ્કૂલોએ ધોરણ ૧૨નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે.
કોર્ટે ધોરણ-૧૦ના ગણિતના માર્ક ધોરણ ૧૨ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. એ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. વિદ્યાર્થીઓની માંગ હતી કે, કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-૧૦નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જાેઇએ. ધોરણ ૧૦ના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું ૮થી ૧૦ ટકા જેટલું પરિણામ નીચું જઇ શકે છે. બોર્ડે જાહેર કરેલા આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો અને કોર બાદમાં અરજી ફગાવી દેવામાં આવી હતી.