સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત
શામળાજી પોલીસે માસ્ક વિતરણ સાથે જાગૃતિ
અત્યાર સુધી માસ્ક માટે અભિયાન ચલાવતી પોલીસ દ્વારા હવે મફત માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન માસ્ક ની ઝુંબેશ ઉપાડનાર પોલીસે લાખ્ખો રૂપિયા માસ્ક વગરના વાહનચાલકો અને લોકો પાસેથી વસુલાત કરી છે. માસ્ક આ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના પણ અનેક બનાવો બન્યા હતા તેમજ પોલીસે કેસ પણ દાખલ કર્યા હતા. કેટલાક કેસોમાં તો માસ્ક નાક નીચે ઉતરી ગયું હોવાના કારણે પણ તકરાર તેમજ પોલીસ કેસ ના બનાવ બન્યા હતા.ત્યારે શામળાજી પોલીસે શામળાજી આશ્રમ ચાર રસ્તા પર કોરોના સંક્રમણથી બચવા માસ્ક અને જનજાગૃતિ સાથે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને મફત માસ્કનું વિતરણ કરતા લોકોએ પોલીસની સરાહના કરી હતી
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે ને.હા.નં-૮ પર આવેલ આશ્રમ ચોકડી નજીકથી પસાર થતા માસ્ક વગરના વાહનચાલકો અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને વિના મુલ્યે માસ્ક વિતરણ કરાયા હતા. લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ આપી હતી. સલામતી જાળવવા અને કોરોના વાયરસથી બચવા મોઢા પર માસ્ક ફરજીયાત પહેરવાની અપીલ કરવામાં આવી હતી શામળાજી પોલીસના માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને દંડની પાવતી પકડાવવાની જગ્યાએ મફત માસ્ક આપતા પોલીસની કામગીરીની સરાહના કરી હતી