સામાન્ય વરસાદમાં જ બોપલમાં રસ્તો બેસી જતા નાગરીકો પરેશાન
આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા નાગરીકો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવેલો છે જેના પગલે ડબલ ઋતુનો અહેસાસ નાગરીકોને થઈ રહ્યો છે. આ ઋતુમાં શહેરમાં કોરોનાની સાથે અન્ય રોગચાળો પણ ફેલાવે છે. સમગ્ર સરકારી તંત્ર કોરોનાના રોગચાળાને અટકાવવા માટે વ્યસ્ત છે ત્યારે અપૂરતી પ્રિ-મોન્સુનની કામગીરીને કારણે નાગરીકો મુશ્કેલીમાં મુકાવાની શરૂઆત થઈ ગઈ છે.
શહેરના છેવાડાના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગી છે. એટલું જ નહીં પરંતુ બોપલમાં સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ચોમાસામાં કેવી પરિÂસ્થતિ સર્જાશે એવા પ્રશ્નો સ્થાનિક નાગરીકોમાં ચર્ચાઈ રહ્યા છે.
નર્મદાની પાણીની પાઈપ લાઈન નાંખવામાં માટેની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સરખી રીતે પુરાણ નહીં કરાતા આ પરિÂસ્થતિ સર્જાઈ છે. બોપલના અન્ય એક જગ્યાએ ભૂવો પણ પડ્યો છે. જેના પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા બેસી જવા છતાં બોપલ નગરપાલિકાના હોદ્દેદારો કે સરકારી તંત્રના અધિકારીઓ ફરક્યા જ નથી. હજી ચોમાસું શરૂ થતાં પહેલાં જ રસ્તાઓની હાલત ખરાબ થવા લાગી છે.
બોપલમાં પાણી ભરાવવાની સમસ્યા ગયા વર્ષે સર્જાઈ હતી. સોબો સેન્ટર ચાર રસ્તા પાસે નર્મદાના પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. ઔડા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સરખી રીતે પુરાણ નહીં કરવાના કારણે ભૂવો પડ્યો છે. આ બાબતે ઔડામાં જાણ કરી દેવામાં આવી છે. બોપલમાં અન્ય જગ્યાએ લાઈનો નાંખવાની કામગીરીના કારણે ભૂવા પડયા હતા. જા કે તેના માટે ઔડાને જાણ કરવામાં આવે છે.
સોબો સેન્ટર પાસેના ભૂવાના કારણે વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા સોબો સેન્ટર પાસે પડેલા ભૂવાના કારણે સવારે વાહનચાલકો હેરાનપરેશાન થયા હતા. ટ્રાફિક પલોસે બેરીકેડ અને વાંસના લાકડા મુકીને અને રોડ બંધ કરવાની ફરજ પડી હતી. બસ ફસાઈ જવા અને ભૂવો પડવા છતાં નગરપાલિકા અથવા ઔડાના કોઈ અધિકારીઓ કર્મચારીઓ સવારે ફરક્યા જ નહોતા.
છેલ્લા બે વર્ષથી બોપલ વિસ્તારમાં આવેલા કબીર એન્ક્લેવથી ઘુમા ૮૯ સુધીનો રોડ બનાવાયો જ નથી. હજી ચોમાસું શરૂ થયુ નથી અને બોપલના રસ્તાઓની આ હાલત થઈ ગઈ છે. ગત વર્ષે પણ બોપલમાં અનેક જગ્યાએ રોડ બેસી જવાની અને ખરાબ થવાની, પાણી ભરાવવાની સમસ્યાઓ ઉભી થઈ હતી. છેલ્લા બે વર્ષથી બોપલમાં ખરાબ રોડ, ગટરલાઈન અને વીજલાઈન ગુલ થવાની સમસ્યાઓ છે છતાં સતાધીશોની કામગીરી નબળી જાવા મળી રહી છે. પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની તો દૂર રહી પરંતુ ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી.