સામાન્ય વરસાદમાં પણ ૧૦૦ કરતા વધુ સ્થળોએ પાણી ભરાશે
પ્રિ મોન્સુન એકશન પ્લાન મુજબ ‘સબ સલામત’ ની આલબેલ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વરસાદી સીઝન શરૂ થવાના પડઘમ વાગી રહયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગણતરીના દિવસોમાં મેઘરાજા ની સવારી આવી શકે છે. જુનની આસપાસ વિધિવત ચોચોમાસાની સીઝન શરૂ થાય તેના લગભગ દોઢ-બે મહીના પહેલા મ્યુનિ. તંત્ર એલર્ટ થઈ જાય છે. તથા પરંપરાગત પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. તથા તેનો સંપૂર્ણપણે અમલ થઈ ગયો હોવાના દાવા પણ કરવામાં આવે છે.
પરંતુ સીઝનના પ્રથમ વરસાદમાં જ પ્રિ-મોન્સુન એકશન પ્લાનના લીરા ઉડી જાય છે. તથા સમગ્ર શહેર જળબંબાકાર થઈ જાય છે. સદ્દર પરિસ્થિતીનું નિર્માણ લગભગ દર વર્ષે થાય છે. તેમ છતાં તંત્ર એકશન પ્લાન તૈયાર કરે છે. કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તથા પ્રથમ વરસાદમાં જ “મોહભંગ” થઈ જાય છે.
ચાલુ વર્ષે પણ વહીવટીતંત્રના વડા દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તથા તેની કામગીરીની “થોડી-ઘણી” સમીક્ષા થઈ છે. તેમ છતાં સામાન્ય વરસાદ થતા જ લગભગ ૧૦૦ કરતા વધુ સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થશે તે બાબત નિશ્ચિત છે ! જાે કે વહીવટીતંત્ર ઘ્વારા આ આંકડા નો સ્વીકાર થતો નથી તે અલગ બાબત છે.
સ્માર્ટસીટી અમદાવાદ ને ચોમાસાની સીઝન આર્થિક રીતે ઘણી જ મોઘી પડી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચોમાસા અગાઉ પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત લગભગ દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
જયારે વરસાદ થયા બાદ ધોવાણ થયેલ રોડ-રસ્તાના રીપેરીંગ-રીસરફેઈસ માટે રૂ.ર૦૦ થી રપ૦ કરોડનો ખર્ચ થાય છે. જયારે વરસાદી પાણી ભરાવાના કારણે નાગરીકોના વાહનો બગડવા તથા ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે જાન-માલનું નુકશાન થાય છે. જેના સાચા આંકડા જાહેર થતા નથી.
મ્યુનિ. કોર્પોરેશન ના શાસકપક્ષ અને વહીવટીતંત્ર દ્વારા દરવર્ષે વરસાદી પાણી નહીં ભરાય તથા વરસાદ બંધ થતા ગણત્રીની મીનીટોમાં જ પાણીનો નિકાલ થઈ જશે તેવા દાવા કરવામાં આવે છે. પરંતુ આ તમામ દાવા પોકળ સાબિત થાય છે. મ્યુનિ. ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ૨૦૧૯ની રીવ્યુ મીટિંગમાં ર૧૦ કરતા પણ વધુ સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થશે તે બાબતનો સ્વીકાર કર્યો હતો.
ત્યારબાદ કોરોના અને લોકડાઉન ના કારણે આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેથી વરસાદી પાણી ભરાવવાના સ્પોટમાં મોટો ઘટાડો થયો હોય તેમ માની શકાય નહીં.મ્યુનિ. કન્ટ્રોલ રૂમમાં પણ ૨૦૨૦માં ૧૦૦ કરતા વધુ સ્થળે પાણી ભરાયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૯માં મધ્યઝોનમાં ર૬ પૂર્વઝોનમાં ૪૧ ઉત્તર પશ્ચિમઝોનમાં ર૭, દક્ષિણઝોન પર, ઉત્તરઝોનમાં ૩૧, પશ્ચિમઝોનમાં ૩૦ અને દક્ષિણ-પશ્ચિમઝોનમાં ૧૯ સ્થળ મળી કુલ રર૬ જગ્યાએ એકાદ ઈંચ વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા રહી શકે છે. જેના નિકાલ માટે પમ્પ મુકવા કે ફાયર ફાયટરનો ઉપયોગ કરવો પડશે.
શહેરમાં એકાદ-ઈંચ વરસાદ થતા જ મધ્યઝોનના પ્રેમદરવાજા, દરિયાખાન ઘુંમટ, ચમનપુરા સર્કલ, સાંઈબાબા સોસાયટી સહિતના સ્થળોએ પાણીનો ભરાવો થઈ શકે છે. તેવી જ રીતે દક્ષિણઝોનના મણીનગર વોર્ડમાં રેલવે કોલોની, મિલ્તનગર,ભૈરવનાથ ચાર રસ્તા, રમા ફલેટ ચોકઠે વલ્લભવાડી, કૃષ્ણબાગ ફરકી, પાસે પાણી ભરાવાની શકયતા રહે છે.
દાણીલીમડા વોર્ડમાં મોતી બેકરીથી ચંડોળાતળાવ રોડ, પીરકમાલ ચાર રસ્તા પાસે, બહેરામપુરા વોર્ડમાં છીપા સોસાયટી, ઈન્દ્રપુરી, વોર્ડમાં શકરીયા કુશભાઈ ઠાકરે કોમ્યુનીટી હોલ, નીલકંઠ સોસાયટી-કેનાલ પર તથા રકતનીયાનગર પાસે વરસાદી પાણી ભરાય તેમ છે.
ખોખરા વોર્ડમાં ડેન્ટલ કોલેજ પાસે, હાટકેશ્વર સર્કલ, દામાણી અંડરપાસ તથા ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, વટવા વોર્ડમાં વોર્ડ ઓફીસ મહાલક્ષ્મી તળાવ તથા ગોલ્ડન સિનેમા રોડ, ઈસનપુર, વોર્ડમાં શાંતિબાગ સોસાયટી, ગણેશનગર, લલીતા સોસાયટી વિસ્તાર પાસે તથા લાંભા વોર્ડમાં નારોલ ગામ-વણઝારા વાસ, સૈજપુર ગામ, મટનગલી સર્વિસ રોડ, ઈન્દીરાનગર તથા શકિતધામ સોસાયટી પાસે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે.
પશ્ચિમઝોનમાં વાસણા બેરેજ રોડ, આયોજનનગર-શ્રેયસ બ્રીજ પાસે જીવરાજ મહેતા હોસ્પીટલથી વિકાસગૃહ રોડ, અરિહંત સોસાયટી, શ્રેયસ સોસાયટી, અંકુર ચાર રસ્તા, ડી.કે. પટેલ ચાર રસ્તા, સરદાર પટેલ સ્ટેડીયમ પાછળ, ગાયત્રી ગરનાળા, આર.ટી.ઓ. સર્કલ, રાણીપ ક્રોસ રોડ, શ્રેયસ બ્રીજથી આંબાવાડી બજાર, ડાયાબીટીસ ગલી જૈન સોસાયટી, વિકાસગૃહથી રોકટાઉન એમ્સ હોસ્પીટલથી પદમાવતી સોસાયટી, મેઘમણી હાઉસથી અશોકનગર ધરણીધર ચાર રસ્તાથી જયદીપ બ્રીજ, ર્નિણયનગર ગરનાળા, સ્વામીનારાયણ ચોકઠુ જય અંબે પાન પાર્લર અખબારનગર, ગ્રીનસીટી રોડ ર્નિણયનગર, પીવીઆર સિનેમા મોટેરા ડી-માર્ટ પાસે મોટેરા, ન્યુ.સી.જી.રોડ આઈ.ઓ.સી.રોડ માણેકબાગ જનમાર્ગ ચાર રસ્તા, પંચવટી ચાર રસ્તા, વિજય એપાર્ટમેન્ટથી દાદ સાહેબના પગલા તરફના વિસ્તારમાં રાયપુર મીલ સર્કલ,
ગોમતીપુર ફાયર બ્રિગેડ, સ્વસ્તિક ચાર રસ્તા, નાગરવેલ હનુમાન, સત્યમનગર શાક માર્કેટ, સી.ટી.એમ. બ્રીજ, જાગેશ્વરી રોડ, અજય ટેનામેન્ટ રોડ, બાપા સીતારામ, કર્ણાવતી રોડ, ઓઢવ રીગ રોડ,ફાયરબ્રિગેડથી મહાકાળી, મુકેશનગર, વસ્ત્રાલ ગેટ, ઔડા ગાર્ડન પાસે, ગોકુલનગર, આર.ટી.ઓ. ઓફીસ પાસે, રતનપુરા તળાવ પાસે, ધારા કોલોની, સોનીની ચાલ,સોમા ટેક્ષટાઈલ્સ રોડ ભારતી બોબીન ચાલી, વિરાટનગર ચાર રસ્તાથી મરઘાફાર્મ રોડ, ત્રિકમપુરા પાટીયા, જામફળવાડી, લાલગેબી, બોમ્બે કંડકટર રોડ મુખ્ય વિસ્તાર છે જયાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ શકે છે.
નવા પશ્ચિમ ઝોનમાં હેલ્મેટ સર્કલ, સુરધારા સર્કલ, જલસા પાર્ટી પ્લોટ, સોલાગામ જંકશન, ગોતાબ્રીજ જંકશન, રેડિયો મીર્ચી રોડ, વોડાફોન હાઉસ, પાંચા તળાવ પાસે, આઝાદનગર તળાવ, પેલેડીયમ સર્કલ, બુટભવાની રેડીયો મીર્ચીરોડ, સોનલ રોડ, પાટીદાર ચોક આલ્ફાવન મોલ વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતા છે.
યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી ૯પ૦ કિલોમીટરની સ્ટ્રોમ લાઈન નાંખવામાં આવી છે. પરંતુ અયોગ્ય ડીઝાઈન અને ડ્રેનેજના ગેરકાયદે જાડાણોના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ સાબિત થયો છે. મ્યુનિ. સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા ના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત તમામ પમ્પીગ સ્ટેશનમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૪૦૭૯ નવી કેચપીટ બનાવવામાં આવી છે જયારે એક લાખ રનીંગ મીટર ડ્રેનેજ ડીસીલ્ટીંગના કામ કરવામાં આવ્યા છે.
ચોમાસા દરમ્યાન પાણી ભરાતા નાના/મોટા સ્થળોની વિગત
ઉત્તર ઝોન ઃ ગાયત્રી સોસાયટી, મોદી દાલવડા ઉમા સ્કુલ પાસે, આંબેડકર રોડ, ગાયત્રી રોડ, ૧૩૭ બસ સ્ટેન્ડ, ડી. કોલોની, અનિલ સ્ટોર્સ રોડ, સજયનગર છાપરા, વ્યાસવાડી, હિલોની રોડ,
પૂર્વ ઝોન ઃ ઓઢવ ફાયર સ્ટેશન પાસે, ઓઢવ, રબારી વસાહત, ઓઢવ ૩૧૦ પંપીગ સ્ટેશન, ઓઢવ આજણા ચોક, વિરાટનગર, સોનીની ચાલી બ્રીજ નીચે, વિરાટનગર, જીવરાજપાર્ક, વિરાટનગર, કેનાલથી નિકોલ તરફ જતો રોડ વેરા પાસે, વસ્ત્રાલ, ઉલ્લાસપાર્ક જંકશન પાસે, રામોલ હાથીજણ ભક્તિ પથ રોડ, રામોલ હાથીજણ જામફળવાડી, નિકોલ સાનિધ્યપાર્કની સામે,, અવનીત સોસાયટી, સીટીએમ, હાટકેશ્વર રોડ, મહાવીનગર વોર્ડ, ભાઈપુરા હાટકેશ્વર સર્કલ, અમરાઈવાડી સત્યમનગર, અમરાઈવાડી, નાગરવેલ હનુમાન ચાર રસ્તા, ગોમતીપુર સોમાટેક્ષ ટાઈલ્સ (અજીતમીલ), ગોમતીપુર પટેલમીલ અને ફાયર બ્રિગેડ.
દક્ષિણ ઝોન ઃ નારોલગામ વિસ્તાર, નારોલ શાહવાડી, ચામુંડાનગર આંબેકડરનગર, મિલ્લતનગર, ઈસનપુર ચાર રસ્તા, બીબીતળાવ, વટવા, છીપા સોસાયટી, મોતી બેકરી.
મધ્ય ઝોન ઃ પ્રેમ દરવાજા ચાર રસ્તા પાસે, કાલુપુર રેલ્વે સ્ટેશન આઉટ ગેટ પાસે, દરીયાખાન ઘુમ્મટ, ખાનપુર રોડ રાયફલ કલબ પાસે, ચમનપુરા સર્કલ, ચમનપુરાથી ઓમનગર રોડ, સાઈબાબા સોસાયટી.
ઉત્તર પશ્ચિમ ઝોન ઃ દિગ્વીજય સ્કુલ પાસે, મેમનગર, હેલ્મેટ સર્કલ, વાસુ પુજ્ય બંગલો, સુરધારા સર્કલ, ગુલાબ ટાવર રોડ, પાર્ક એવન્યુ મેઈન રોડ, જલસા પાર્ટી પ્લોટ, કૃષ્ણનગર, વિશ્રામનગર, સુભાષચોક હનુમાનજીના મંદિર પાસે, સુનર સ્કુલ રોડ, હીરાબાગ-ર અને ભૂમિનગર, ભવાની ટેનામેન્ટ ત્રણ રસ્તા,
સર્વોદયનગર સોસાયટી, શિવાનંદ ફલેટ રોડ, સીમંદગર ફલેટ પાવાપુરી રોડ, પાટીદાર ચોકથી સત્કાર સોસાયટી સુધી (કે.કા.નગર રોડ), ચંદલોડીયા ઓફીસથી તળાવ રોડ, ભગવત કોમ્પલેક્ષથી ઉગતી રોડ, ધરતી ચાર રસ્તા સિલ્વર સ્ટાર પાસે, કારગીલ પેટ્રોલપંપ પાસે, સોલાગામના જંકશન પાસે, હાઈકોટ જતા રોડ પર, ચાણક્યપુરી સેકટર-૧ થી સેકટર-૬ સુધી, કુજીદ નગર જંકશન, હરીવીલા જંકશન, ગોતા બ્રીજ જંકશન,
ગોતા બ્રીજ જંકશન, ગોતા સર્વીસ રોડ, કસ્તુરી એપાર્ટમેન્ટ પાસે, સાયન્સ સીટી રોડ તમામ જંકશન, સત્યમ કોમ્પલેક્ષ પાસે, સોમા રોડ તથા શ્રીનંદ નગર વિભાગ-૧, ઘાંચી હોલ, બાપાસીતારામ, ઋષિકેશ સ્કુલથી ચામુંડાનગર રોડ આઝાદનગર તળાવની ફરતે, રેડીયો મીર્ચી રોડ, ટી.વી.૯ રોડ બળીયાદેવ મંદિર રોડ, વેજલપુર સ્મશાન રોડ, રામદેવનગર, તેજધાર બંગ્લોજ, વ્રજધામ હવેલી.
પશ્ચિમ ઝોન ઃ માણેકબાગ, જયદીપ ટાવર, ધરધીધરબ્રીજ નીચે, વિકાસ ગૃહ રોડ, એ.આઈ.એમ.એસ. હોસ્પીટલ, સાહ્ય્ સ્ટોર પાસેનું પંપીગ સ્ટેશન, મેઘમણી હાઉસથી મંગલતીર્થ, કોન્ટ્રાકટર બંગ્લોઝથી આઈ.સી.આઈ.સી.આઈ., અરીહંત સોસાયટી, નવકાર ફલેટ, શ્રેયસ સોસાયટી.