સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ
નવી દિલ્હી: ક્રિકેટમાં હમશક્લ કઈ નથી વાત નથી. વિરાટ કોહલી થી લઈને સચિન તેંડુલકર સુધી, અનેક દિગ્ગજ ખેલાડીઓના હમશક્લની તસવીરો અને વીડિયો અનેકવાર વાયરલ થતા રહે છે. હવે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો હમશક્લ પણ મળી આવ્યો છે. નોંધનીય છે કે બુમરાહનો હમશક્લ પણ એક સ્પોટ્ર્સમેન છે.
જસપ્રીત બુમરાહના હમશક્લનું નામ રાજ મિશ્રા છે, જે હૈદરાબાદનો સ્ટેટ વાકર છે. રાજ મિશ્રાનો ચહેરો બિલકુલ બુમરાહને મળતો આવે છે અને તેને અનેકવાર લોકો ભૂલથી જસપ્રીત બુમરાહ સમજી બેઠા છે. રાજ મિશ્રાએ નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં તેલંગાનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાજ મિશ્રાના જણાવ્યા મુજબ તેની સાથે અનેકવાર એવું થયું છે જ્યારે લોકોએ તેને બુમરાહ સમજી લીધો અને પછી તેની માફી માંગી.
રાજ મિશ્રાએ જણાવ્યું કે, અનેકવાર લોકો મને ઘૂરતાં રહે છે અને પછી મને બુમરાહ સમજી લે છે. ત્યારબાદ જ્યારે તેમને જાણ થાય છે કે હું તો બીજી કોઈ વ્યક્તિ છું ત્યારે માફી માંગે છે. રાજ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે હું ૨૦૧૯ની નેશનલ ગેમ્સમાં પાંચમાં નંબર પર રહ્યો હતો. મને આ વર્ષેના નેશનલ ગેમ્સનો ઇંતજાર છે. પરંતુ કોરોનાના કારણે મારી રણનીતિ પર પાણી ફરી વળ્યું. બુમરાહના હમશક્લ રાજ મિશ્રાએ જણાવ્યું કે કોરોના વાયરસના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે પરંતુ તેણે આ દરમિયાન પણ ક્યારેય પોતાની ટ્રેનિંગ છોડી નથી.