સામ્બા જિલ્લામાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ત્રણ જુદા જુદા સ્થળોએ જાેવા મળ્યા

પ્રતિકાત્મક
શ્રીનગર: જમીન પર ભારતીય સૈનિકો દ્વારા સતત હાર મળ્યા બાદ પણ પાકિસ્તાન સુધર્યુ નથતી, હવે તેણે આકાશમાંથી આતંક ફેલાવવાનો પ્રયાસ શરૂ કર્યુ છે. આ કડીમાં, શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જમ્મુ અને કાશ્મીરનાં સાંબા જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળો પર ફરતા જાેવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારોમાં એક જ સમયે ડ્રોન જાેવા મળ્યા હતા. જાેકે, સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. પાકિસ્તાનથી આવેલા આ ડ્રોન તે સમયે જાેવા મળ્યા છે, જ્યારે પોલીસે લગભગ એક અઠવાડિયા પહેલા સરહદ કનાચક વિસ્તારમાં પાંચ કિલોગ્રામ આઈઈડી સામગ્રી ભરેલા પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કર્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સનાં જવાનોએ પાકિસ્તાનથી આવેલા ચિલાદ્યા વિસ્તારમાં પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ આ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું.
બારી બ્રાહ્મણ અને ગગવાલ ખાતે જમ્મુ-પઠાણકોટ હાઇવે પર સંવેદનશીલ સુરક્ષા પ્રતિષ્ઠાનો પર અવરજવર કર્યા બાદ તુરંત જ અન્ય બે ડ્રોન આકાશમાંથી ગાયબ થઈ ગયા હતા. વળી, પોલીસ અન્ય સુરક્ષા દળો સાથે ઘટનાસ્થળે સંપૂર્ણ તપાસમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, ૨૩ જુલાઈનાં રોજ જમ્મુ -કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જમ્મુનાં કનાચક વિસ્તારમાં એક ડ્રોનને નિશાન બનાવી પાડ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાનથી ભારતની સરહદ પર આવ્યું હતું. સૈનિકો દ્વારા ઠાર કરવામાં આવેલા ડ્રોનમાં પણ છ વ્હીલ હતા. આ સાથે, ડ્રોનમાં જીપીએસ અને ફ્લાઇટ કંટ્રોલ ડિવાઇસ પણ લગાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો હતો કે, ૧૫ ઓગસ્ટ પહેલા પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો જમ્મુમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેઓ કોઈપણ ગીચ વિસ્તાર અથવા કોઈપણ ધાર્મિક સ્થળને લક્ષ્ય બનાવવા માંગે છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનામાં ખીણમાં શંકાસ્પદ ડ્રોન સતત જાેવા મળી રહ્યા છે. ગયા મહિને જમ્મુ એરફોર્સ સ્ટેશન નજીક ડ્રોન બ્લાસ્ટ થયા બાદ આ ઝડપથી વધી ગયા છે. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનો હાથ પણ જણાવવામાં આવ્યો હતો.