સાયકલિંગમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું
નવી દિલ્હી: ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ બે સોલો સાયકલિંગમાં પોતાનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે ૧૦ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ પન્નુએ લેહથી મનાલી વચ્ચે ૪૭૨ કિલોમીટરનું અંતર માત્ર ૩૫ કલાક ૨૫ મિનિટમાં કાપી પ્રથમ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમણે કહ્યું કે, પન્નુએ દિલ્હી, મુંબઇ, ચેન્નઈ, કોલકાતાને જાેડતા ૫,૯૪૨ કિલોમીટર લાંબા ‘ગોલ્ડન ચતુર્ભુજ’ પર ૧૪ દિવસ, ૨૩ કલાક અને ૫૨ મિનિટમાં યાત્રા પૂર્ણ કરીને બીજાે રેકોર્ડ નોંધાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે આ સાયકલ યાત્રા ૧૬ ઓક્ટોબરે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂ કરી હતી અને ૩૦ ઓક્ટોબરે તે જ સ્થળે સમાપ્ત થઈ હતો. તેમણે કહ્યું કે, પન્નુને થોડા દિવસો પહેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના બે પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ બે સોલો સાયકલિંગમાં પોતાનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.