સાયકલ અને સ્કૂટર વેચનારે ગ્રાહકને બિલ આપવું ફરજીયાત
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના વિસ્તારમાં સાયકલ અને સ્કૂટર વેચનારા દુકાન માલિકો, મેનેજરો, સંચાલકો તેમજ એજન્ટોએ ગ્રાહકને અચૂક રીતે ફરજીયાતપણે બિલ આપવાનું રહેશે તેમજ તેની સ્થળપ્રત પોતાની પાસે રાખવી એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવે હુકમ કર્યો છે.
આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટમાં સાયકલ અને સ્કૂટરનો ઉપયોગ કરતા હોવાથી તકેદારીના ભાગરૂપ આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. વેચાણ કરનારને બિલમાં વાહનની સંપૂર્ણ વિગતો તેમજ ગ્રાહક અને દુકાનની માહિતી અચૂક જણાવવી. તા. ૧૩-૧૦-૨૦૨૦ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં જણાવાયું છે.