સાયખાની ભાવિન ઈન્ટરમીડિયટ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી.
કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ સ્ટરલ પાંખીયા ૧૦ નંગ કિંમત રૂપિયા ૧.૭૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર.
(વિરલ રાણા) ભરૂચ,સાયખા ગામમાં આવેલ GIDC ઈન્ડસ્ટ્રીયલ એરીયા પ્લોટ નં-ટી/૧૫૧૫માં આવેલ ભાવીન ઈન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ એસ.એસના સ્ટરલ પાંખીયા ૧૦ નંગ કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા વાગરા પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવા પામી છે.
ચોરીની ઘટનામાં એસ.એસનુ વેસલ તથા સ્ટરલના પાંખીયા કંપનીના અંડર કન્ટ્રક્શન પ્રોજે ક્ટ સાઈટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મુકેલ હતા અને જે પૈકી વેસલ તા.૧૯/૦૪/૨૦૨૨ના રોજ બપોરના સાડા બારેક વાગ્યે તેમણે તેમની અંડર કન્ટ્રક્શન પ્રોજેક્ટ સાઈટમાં ફીટ કરેલ અને તે સમયે સ્ટરલના પાંખીયા નંગ-૧૦ જે-તે જગ્યાએ મુકેલ હતા અને ત્યાર બાદ ગઈ તા-૧૧/૦૫/૨૦૨૨ ના રોજ પ્રોજેકટ મેનેજર જયેશભાઈ તથા કંપનીમાં નોકરી કરતાં સિવિલ એજીનીયર પ્રીયાંકભાઈ પટેલ સાંજના ચારેક વાગ્યે અમારી કંપનીનો સ્ટોક કરતા હતા.
ત્યારે વેસલ સાથે આવેલ સ્ટરલ પાંખીયા ૧૦ નંગ જેની કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ મુકેલ હતા.તે જગ્યાએ જણાયેલ નહી અને ચોરી થયેલાનુ જણાયેલ આવતા ભાવીન ઈન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર જયેશભાઈ દયાલજીભાઈ પટેલે આ બાબતે અમારા કંપનીના માલીક તથા એમ.ડી. ભાવીનભાઈ જયગોવિદભાઈ અગ્રવાલને જાણ કરી ભાવીન ઈન્ટરમીડીયટ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં કોઈ ચોર ઈસમે પ્રવેશ કરી કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ સ્ટરલ પાંખીયા ૧૦ નંગ કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ ની ચોરી કરી લઈ ગયાની વાગરા પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાવી હતી..