સાયન્સ સિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર કલ્ચરલ પ્રોગ્રામ યોજાયો
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ–2022
સાયન્સ સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’માં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર કલ્ચરલ પ્રોગ્રામ યોજાયો
કલ્ચરલ પ્રોગ્રામમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણીની પ્રેરક ઉપસ્થિતિ
અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’માં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણીની પ્રેરક ઉપસ્થિતિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા 130થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ કલાકારો દ્વારા ભરતનાટ્યમ, થાઇલેન્ડ નૃત્ય, તલવાર રાસ, ભાંગડા તેમજ આદિવાસી નૃત્ય પર પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું.
આ કલ્ચરલ પ્રોગ્રામમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ.જે.હૈદર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.