સાયન્સ સિટી ખાતે વર્લ્ડસ્પેસ વીકની ઉજવણીએ વિદ્યાર્થીઓને પૃથ્વીગ્રહથી આગળ શોધ માટે પ્રેરીત કર્યા
સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સ્પેસ વીક દરમિયાન -2500 વિદ્યાર્થીઓએ માર્સની વર્ચ્યુયલ સફર કરી અને 3200 મુલાકાતીઓ મૂન પર ચાલ્યા
ગુજરાત સાયન્સ સિટી , ગુજકોસ્ટ અને SAC-ISRO દ્વારા 4થી 10 ઓક્ટોબર 2021 દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી અંતર્ગત પ્રત્યક્ષ અને વર્ચ્યુયલ બંને રીતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે સાયન્સ સિટી ખાતે વિવિધ પ્રોગ્રામ અને આઉટરિચ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ સેન્ટર (SAC-ISRO) ના ડાયરેક્ટર શ્રી નિલેષ એમ દેસાઇ દ્વારા વર્ચ્યુયલ પ્લેટફોર્મ પર 4 ઓક્ટોબર 2021ના રોજ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સંબોધનમાં શ્રી નિલેષ એમ દેસાઇએ જણાવ્યુ કે સ્પેસ શોધ આપણને ભવિષ્યમાં જીવન વધુ સારું બનાવે તેવી ટેકનૉલોજિ વિકસાવવામાં માટે આકર્ષક , ઉત્સાહવર્ધક અને આશાસ્પદ માર્ગ બતાવે છે .
પ્રારંભમાં SAC-ISROના ડેપ્યુટી ડાયરેકર શ્રી ટી.વી.એસ.રામે મહાનુભાવો અને પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું અને સ્પેસ વીક સેલિબ્રેશનના મહત્વ વિષે સંક્ષિપ્તમાં જણાવ્યુ.
ડો, પારૂલ પટેલ , ગ્રૂપ ડાયરેકટર, SAC-ISROએ વર્લ્ડ સ્પેસ વીકની થીમને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી. તેમણે જણાવ્યુ કે ઘણા માટે સ્પેસ રહસ્યોથી ભરેલ અને આશાસ્પદ છે અને આપણે તે દિશા માં શોધ કરીને આપાણી આવનાર પેઢીને આ માટે પ્રોત્સાહિત કરી શકીએ અને તેમણે વિજ્ઞાન ને ખોજવા માટે અને વિવિધ પડકારોનો સામનો કરવા માટે ઉત્સાહિત કરી શકીએ.
1999થી પ્રતિવર્ષ 4થી 10 ઓક્ટોબર દરમિયાન માનવીનું જીવન સરળ બનાવનાર સાઇંટિફિક અને ટેક્નોલોજિકલ સિદ્ધિઓને બિરદાવવા વર્લ્ડ સ્પેસ વીક ઉજવવામાં આવે છે. આ તારીખ બે મહત્વની ઘટનાઓ રજુ કરે છે. 4 ઓક્ટોબર 1957 ના રોજ પ્રથમ મંવસરજીત સેટલાઈટ સ્પૂત્નીક I નું લોન્ચ અને 10 ઓકોટોબર 1967 એ બાહ્ય અવકાશ સંધિ ની વર્ષગાંઠ .
આ વર્ષની વર્લ્ડ સ્પેસ વીક ઉજવણી ની થીમ હતી- વુમન ઇન સ્પેસ – અવકાશમાં મહિલાઓ
આ પ્રસંગે ગુજકોસ્ટ ના એડવાઇઝર ડો. નરોત્તમ સાહુ એ જણાવ્યુ કે “અવકાશ હમેશા સંસ્કૃતિઓના પ્રારંભથી જ માનવજાત માટે મહત્વનુ રહ્યું છે. સ્પેસ વિષે જાણવાની ઉત્સુકતા લોકોને વિવિધ વિજ્ઞાન વિષે જાણવા માટે પ્રેરિત કરે છે.”
તેમણે ઉમેર્યું કે,“સ્પેસ સંશધનો થકી એ આપના જીવનમાં ઉત્સુકતા અને ટેક્નોલોજિકલ પ્રગતિ લાવી છે અને આપના જીવન ને વધુ સારું બનાવવા કાર્યરત રહેશે.”
વિકાસ યાત્રાના ભાગ રૂપે, ગુજરાત સાયન્સ સિટી કેમ્પસ ખાતે પણ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સની ખાસ ગેલેરીઓ તૈયાર કરવામાં આવી રહી જે ડિજિટલ પ્લાનેટોરીયમ અને સ્પેસ ઓબ્ઝર્વેટરી સાથે 2022 સુધી તૈયાર થઈ જશે. આ ગેલેરીઑ તમામ ઉમરના મુલાકાતીઓને પ્રેરિત કરશે.
ઉજવણીનું સમાપન વિવિધ શૈક્ષણિક અને આઉટરીચ એક્ટિવીઝ જેમકે હેંડ્સ ઑઁન ડેમોન્સ્ટ્રેશન્સ ,માઇન્ડસ ઑન એક્સ્પોઝર, સ્પેસ સાઈન્ટિસ્ટ સાથે વાર્તાલાપ, સ્પેસ સાયન્સ મુવીનું ખાસ સ્ક્રિનિંગ અને વર્ચ્યુયલ ટુર દ્વારા કરવમાં આવ્યું.
હૉલ ઓફ સ્પેસના સાયંટિફિક ક ક્યુરેટર શ્રી રાજૂ એન અમલાનીએ જણાવ્યુ કે “આ વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી દરમિયાન આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ હોલ ઓફ સ્પેસ ખાતે માર્સની વર્ચુયલ રાઈડ લીધી , જ્યારે 322 જેટલા વિદ્યાર્થીઓએ અને મૂલાકાતીઓને સાઇન્સ સિટીના IMAX 3ડી થિયેટર ખાતે ચંદ્ર પર ચાલવાનો મોકો મળ્યો”
એક અઠવાડીયા સુધી ચાલેલ આ ઉજવણી માં ઈંટરેક્ટિવ સંવાદ ,SAC-ISROના મહિલા વૈજ્ઞાનિકો દ્વારા પ્રેઝંટેશનની રજૂઆત જેમાં ડો.શ્વેતા શર્મા , મિસ પૂર્વી જોશી, મિસ કિરલ ઘોડાદ્રા, મિસ દુર્ગા દિગદરસીની, મિસ એકતા ડોગરા, મિસ ધીરા સક્સેના , મિસ પ્રિયા આર, મિસ નેહા અગ્રવાલ, મિસ પ્રિયંકા નટાની, મિસ હર્શિદા મોદી અને મિસ રિચા શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરાઇ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ સેશન્સ માહિતીસભર અને રસપ્રદ રહ્યા.
ડો, આભા છાબરા , સાઇનટિસ્ટ/એંજિનિયર ,SAC-ISRO વર્લ્ડ સ્પેસ વીક ના બધા જ કાર્યક્રમ ના કન્વીનર હતા અને તેમણે વર્ચ્યુયલ પ્લેટફોર્મ પર બધા ઈંટરેક્ટિવ સેશન્સ નું સંચાલન કર્યું.
આ સેશન્સમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો , અને ગુજરાતનાં કૉમ્યુનિટી સાયન્સ સેંટર્સના તથા દેશના અન્ય રાજયોના સ્ટેટ એસ એન્ડ ટી કાઉન્સીલ ના સાયન્સ એક્ટિવિસ્સ્ટસ જોડાયા હતા.
સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓએ અને મુલાકાતીઓને પ્રેરિત કરવા માટે IMAX 3D થિયેટરમાં -સ્પેસ સ્ટેશન અને વોકિંગ ઓન ધ મૂન નામની બે ખાસ ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું
સાયન્સ સિટીના શ્રી પુલકેશભાઇ પ્રજાપતિ, હર્શિદા પટેલ , દિલિપ પટેલ , ભરત દ્વારા એક અઠવાડિયાના પ્રોગ્રામનું સંકલન કરવામાં આવ્યું.
વર્લ્ડ સ્પેસ વીક સ્પેસ ક્ષેત્રની સૌથી મોટી ઈવેન્ટ છેજે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં હજારો લોકોના યોગદાનની યાદ અપાવે છે. જ્યારે પૃથ્વી માં ઘણું દુખદ બની રહ્યું છે બની રહી છે ત્યારે આપણે ઘરની બહાર શોધ- સંશોધન છોડી શકીએ નહીં. આ સંઘર્ષના સમયમાં એ વધુ મહત્વનુ છે કે ટેકનૉલોજિ વિકસાવવના પ્રયત્નો ચાલુ રાખીએ જે આપની દુનિયા અને ભવિષ્યને વધુ સારી બનાવશે અને આપણે વિશ્વમાં માનવતાના ભવિષ્ય વિષે આશા રખવાનું ચાલુ રાખીશું.