સાયન્સ સીટી ખાતે વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણી
ગુજરાત સાયન્સ સીટી ખાતે ૨ ઓકટોરબર થી ૮ ઓકટોબર સુધી વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં સ્કુલ અને કોલેજના વિધાર્થીઓ માટે વાઇલ્ડલાઇફ જાણવણી સાથે સંકળાયેલ ખાસ એકટીવીટીઝનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ઉજવણીના ભાગ રુપે સાયન્સ સીટી ખાતે વાઇલ્ડ લાઇફ એક્સ્પર્ટ ડો.આર.જ્ે.પ્રજાપતિના ઇન્ટરએકટીવસેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમને વિધાર્થીઓ સાથે વાઇલ્ડ લાઇફના પોતાના અનુભવો શેર કર્યા હતા અને તેના જતન વિશે માહીતી આપી હતી.
આ માહીતીથી ભરપુર ઇન્ટરએકટીવ સેશન ઉપરાંત વિધાર્થીઓને આઇમેક્સ થિયેટર ખાતે વાઇલ્ડ લાઇફ એજયુકેશન ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
ભારતમાં વાઇલ્ડ લાઇફના જતન ના ઉદેશથી દેશભરમાં ૨જી ઓકટોબરથી ૮ ઓકટોબર દરમીયાન વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણી કરવામાં આવે છે.
સાયન્સ સીટી ખાતે ઉજવાઇ રહેલ આ વાઇલ્ડ લાઇફ વીક દરમીયાન બાયોડાયવર્સિટી અને વાઇલ્ડ લાઇફના નિષ્ણાતો વિધાર્થીઓને વાઇલ્ડ લાઇફના સંવર્ધન અને જતન વિશે માહીતી આપશે. વિવિધ એકટીવીટીઝ સાથે આઇમેક્સ થિયેટર ખાતે વિધાર્થીઓને વાઇલ્ડ લાઇફ ફિલ્મ પણ દર્શાવાશે.