દિલ્હીની AIIMS સાથે રૂ .12 કરોડની ઠગાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/AIIMS.jpg)
નવી દિલ્હી, છેતરપિંડી કરનારાઓએ છેલ્લા એક મહિનામાં ‘ક્લોન ચેક’ નો ઉપયોગ કરીને ભારતની અગ્રણી તબીબી સંસ્થા, ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ AIIMS New Delhi)ના બે બેંક ખાતાઓમાંથી 12 કરોડ રૂપિયા ઉઠાવી લીધા છે. તબીબી સંસ્થા એઈમ્સનું એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંક (SBI) પાસે છે. (AIIMS account in SBI Bank)
SBI બેંકે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસના એક ટોચના સ્થાને સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે, “આ સાયબર ક્રાઇમનો કેસ છે. જે ખાતામાંથી 12 કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે તે એઈમ્સના ડિરેક્ટર અને ડીન દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.
ડિરેક્ટર દ્વારા સંચાલિત ખાતામાંથી રૂ. 7 કરોડ ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે ડીનના નામ પરના ખાતામાંથી રૂ. 5 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. એસબીઆઈએ તેની તમામ શાખાઓને પણ એલર્ટ કરી દીધી છે અને તેના કર્મચારીઓને એઈમ્સ, નવી દિલ્હી દ્વારા ઇસ્યુ કરેલા ઉંચી મૂલ્યના ચેક ન ચૂકવવા સામે આદેશ આપી દીધો છે. દિલ્હી પોલીસના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલના વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી છે તે દિલ્હી પોલીસની આર્થિક ગુનાની વિંગને જાણ કરી દીધી છે.