સાયબર પોલીસે નકલી કોલ સેન્ટરનો અંતે પર્દાફાશ કર્યો

નવી દિલ્હી, આઉટર-નોર્થ દિલ્હીની સાયબર પોલીસે એક નકલી કોલ સેન્ટરનો ભાંડો ફોડ્યો છે. આ કોલ સેન્ટરમાં કામ કરતી ૮ છોકરીઓ લોકોને કોલ કરીને છેતરપિંડી આચરતી હતી. પોલીસે સંચાલક મેહતાબને ઝડપી પાડ્યો છે. સાથે જ ત્યાં કામ કરતી યુવતીઓને નોટિસ જાહેર કરી છે.
તો પોલીસે આ નકલી કોલ સેન્ટર પરથી ૧૨ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈન ફોન, ૧૬ નાની નોટબુક કે જેમાં પીડિતો અને તેમની સાથેની લેણદેણનો ડેટા રાખવામાં આવતો હતો, યૌન શક્તિ વધરાવા માટેની ગોળીઓ અને સ્પ્રે વગેરે કબજે કર્યા છે.
આઉટર નોર્થના ડીસીપી બ્રૃજેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે, એક યુવકે આ મામલે ફરિયાદ કરી હતી. જે મામલે ૨ જૂનના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. યુવકનો આરોપ હતો કે, તેને પ્લેબોયની નોકરી આપવાની લાલચ આપીને રજીસ્ટ્રેશનના નામ પર ૭૦ હજાર રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
એ પછી પોલીસની ટીમે એ પેટીએમ એકાઉન્ટની ડિટેલ કઢાવી. જેમાં યુવકે રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. બસ એ જાણકારી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ અવંતિકા સ્થિત આરોપીઓના અડ્ડા પર પહોંચી ગઈ.
આરોપી મેહતાબે ૮ યુવતીઓને કોલ કરવા માટે અપોઈન્ટ કરી હતી.
તેઓ જસ્ટ ડાયલ અને અશ્લીલ વેબસાઈટો પર જાહેરાત આપતી હતી. એ પછી આરોપીઓ લોકોને કોલ કરીને યૌન શક્તિ વધારવા માટે કેટલીક દવા લેવા માટે કહેતી હતી. જાે કોઈ દાવો કરે કે તેની યૌન શક્તિ મજબૂત છે અને આવી કોઈ પણ પ્રકારની દવાની જરુર નથી.
તો તરત યુવતીઓ તેઓને પ્લેબોય સર્વિસની નોકરી આપવાની લાલચ આપતી હતી. એ પછી તેઓ પાસેથી રજીસ્ટ્રેશનના નામે અને અન્ય ઔપચારિકતાઓના નામે રુપિયા પડાવવામાં આવતા હતા. આરોપીઓએ અત્યારસુધીમાં ૫૦થી પણ વધુ લોકોને શિકાર બનાવી ચૂક્યા છે.આ કોલ સેન્ટર જુલાઈ ૨૦૨૧થી ચાલી રહ્યું હતું. આરોપીઓએ દેશભરમાં અનેક લોકોને ચૂનો ચોપડ્યો છે.ss3kp