સાયબર ફ્રોડથી સીનીયર સિટીઝનોને બચાવવા વડોદરા પોલિસે કર્યો અનોખો પ્રયોગ
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર તરફથી અકોટા ગાર્ડન પોલિસ સ્ટેશન (Akota Garden Vadodara) ખાતે “CYBER CRIME AND CYBER SECURITY “ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ.
જેમા ગાર્ડનમાં આવતા સીનીયર સીટીઝન તેમજ મહીલાઓને સાયબર ક્રાઈમ અને તેના થી બચવા માટે ના ઉપાય વિષયે માહિતી આપવામાં આવી. સોશિયલ મિડીયાનો ઉપયોગ કેવી રીતે કરવો, ફ્રોડ મેસેજ કેવી રીતે ઓળખી શકાય અને કોઈ ઓટીપી માંગે તો શું કરવું તે વિષે વિગતવાર માહિતી આપી હતી.