સાયરસ મિસ્ત્રીને ફરી બનાવવામાં આવે ટાટા સન્સના ચેરમેન
નવી દિલ્હી : નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલે (NCLAT) બુધવારે સાયરસ મિસ્ત્રીના હકમાં નિર્ણય સંભળાવતા તેમને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો છે. સાથે ટ્રિબ્યૂનલે અન ચંદ્રશેખરનની નિયુક્તિને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે. ટ્રિબ્યૂનલે સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં કેસ હાર્યા પછી મિસ્ત્રી અપીલેટ ટ્રિબ્યૂનલ પહોંચ્યા હતા. અપીલેટ ટ્રિબ્યૂનલે જુલાઈમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીને ઑક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી જે ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા. ઑક્ટોબર 2016માં એક નાટકીય ઘટનાક્રમમાં તેમને પદથી હટાવી દીધા હતા. રતન ટાટા સેવા નિવૃત્ત થયા પછી મિસ્ત્રીએ 2012માં ચેરમેનનું પદ સંભાળ્યું હતું. આ પછી ટીસીએસના પ્રબંધ નિર્દેશક અને સીઇઓ એન ચંદ્રશેખરને ટાટા સન્સના નવા ચેરમેન બનાવ્યા હતા.