સાયરસ મિસ્ત્રી મામલામાં ટ્રિબ્યુનલના ચુકાદાને ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

નવીદિલ્હી, સાયરસ મિસ્ત્રીના મામલામાં ટાટા સન્સે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે એનસીએલએે ૧૮ ડિસેમ્બરે મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતા ફરીથી ટાટા સન્સના ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ટાટા સન્સને અપીલ માટે ૪ સપ્તાહનો સમય મળ્યો હતો. ટાટા સન્સે ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવ્યા હતા. મિસ્ત્રીએ ચુકાદાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો, જોકે તેમની હાર થઈ હતી. બાદમાં તે દ્ગઝ્રન્્ના ચુકાદાની વિરુદ્ધ એપેલેટ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા.
એપેલેટ ટ્રિબ્યુનલે ટાટા સન્સ-મિસ્ત્રી મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપનીમાં ફેરવવાની મંજૂરી આપવાનો ચુકાદો ગેરકાયદેસર હતો. આરઓસી (રજિસ્ટ્રાર ઓફ કંપનીસ)એ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કાયદા મુજબ જ આ મંજૂરી આપવામાં આવી છે. ઇર્ંઝ્રએ એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદામાંથી ગેરકાયદેસર શબ્દ હટાવવા માટે અપીલ કરી છે. ટ્રિબ્યુનલે આ મામલની સુનાવણી શુક્રવાર સુધી ટાળી છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની બનાવવા માટે શેરહોલ્ડર્સે મંજૂરી આપી હતી. બાદમં ઇર્ંઝ્રએ ટાટા સન્સને પ્રાઈવેટ કંપનીનો દરજ્જો આપ્યો હતો. સાયરસ મિસ્ત્રી પરિવાર તેની વિરુદ્ધ હતો. મિસ્ત્રી પરિવારની પાસે ટાટા સન્સના ૧૮.૪ ટકા શેર છે.