સાયરાબાનુને પહેલી નજરમાં દિલીપ કુમાર સાથે પ્રેમ થયો
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. મુંબઈની પી.ડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલીલ પારકરે આ બાબતે માહિતી આપી છે. દિલીપ કુમાર છેલ્લા ૮ દિવસથી ૈંઝ્રેંમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. દિલીપ કુમાર જ્યારે પણ બીમાર પડતા ત્યારે સાયરાબાનુ એક દીવાલ બનીને તેમની પડખે ઊભી રહેતી હતી. દિલીપકુમારનાં કોઇપણ સમાચાર હોય સાયરાબાનું તેમના ફેન્સ સુધી પહોંચાડતી હતી.દિલીપ કુમાર અને સાયરાબાના પ્રેમની પહેલેથી જ મિસાલ આપવામાં આવે છે. સાયરા બાનુએ ૧૨ વર્ષની ઉંમરમાં જ કહી દીધું હતું
હું જાે લગ્ન કરીશ તો યુસુફ સાબ સાથે જ કરીશ. સાયરાબાનુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મૈને બારહ સાલ કી ઉમ્ર મેં હી તય કર લિયા થા કી અગર શાદી કરુંગી તો યુસુફ્ સાબસે હી કરુંગી. મા કે સાથ મૈ ‘મુગલે-આઝમ’ કા શૂટિંગ દેખને ગઈ થી. હમ લોગ જબ સ્ટુડિયો પહુંચે તો સફેદ પેન્ટ ઔર શર્ટ પહેને હુએ યુસુફ્ સાબ સ્ટુડિયોસે બાહર હી નિકલ રહે થે. હમ લોગ સમઝ ગયે કી પેક અપ હો ચૂકા હૈ. યુસુફ્ સાબને હમે કાર સે ઉતરતે દેખા તો વે રૂક ગયે. યુસુસાબ બડી શાલીનતાસે હમે સ્ટુડિયોકે અંદર શીશ મહલ કા સેટ દિખાને લે ગયે. દુસરી તરફ્ કવ્વાલી કે શૂટિંગ કી તૈયારી હો રહી થી. યુસુફ્સાબને સેટ પર જાે લોગ થે ઉન સબ કે સાથ હમારા તાર્રુફ ભી કરવાયા થા.
બાવીસ વર્ષની સાયરાબાનુએ ચુમાલીસ વર્ષના દિલીપકુમાર સાથે અચાનક લગ્ન કરીને સમગ્ર સિનેજગતને અચંબામાં નાખી દીધું હતું. કહેવાય છે કે, ગુરુદત્તથી છૂટી પડેલી વહિદા રહેમાનની ખ્વાહીશ દિલીપકુમાર સાથે લગ્ન કરવાની હતી. પરંતુ સાવ અચાનક જ દિલીપકુમાર અને સાયરાબાનુના અણધાર્યા લગ્નનો ધડાકો થયો હતો.
સાયરાબાનુની મા નસીમ બાનુ કરતાં દિલીપકુમાર માત્ર પાંચ જ વર્ષ નાનો હતો. તેમના લગ્નના લગભગ બે વર્ષ બાદ ૧૯૬૮માં સાયરા બાનુની રાજેન્દ્રકુમાર સાથે ‘ઝૂક ગયા આસમાન’ રિલીઝ થઇ હતી. લગ્ન બાદ સાયરાબાનુએ દિલીપકુમાર સાથે ‘ગોપી’ ‘સગીના’ તથા ‘બૈરાગ’ જેવી ફ્લ્મિોમાં કામ કર્યું હતું.