સાયરા કેસ: CID ક્રાઈમના તપાસના ધમધમાટમાં મૃતક યુવતી આરોપીઓના સંપર્કમાં હોવાની સાથે યુવતીનો ફોન તોડી નાખ્યો હતો
મોડાસાના સાયરા (અમરાપુર) 19 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજની યુવતી અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં શુક્રવારે એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી હતી. જેમાં એફઆઈઆર નોંધવાથી લઈ, આરોપીઓની ધરપકડ સંદર્ભે રાજ્ય સરકારે માનવ, મહિલા અને એસ.સી અધિકારીઓના તેમજ તપાસ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી…? તેનો વિસ્તૃત અહેવાલ 15 દિવસમાં આયોગને સોંપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી.
ચીફ સેક્રેટરીને તાકિદ કરાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી તત્કાલિન મોડાસા ટાઉન પીઆઈ નાગજી રબારીને સસ્પેન્ડ કર્યા હતા ૧૮મી જાન્યુઆરીએ રાજ્યના પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપીને સોંપી હતી. તેના બીજા જ દિવસે SITએ કામગીરી આરંભી દીધી હતી અને 19 જાન્યુઆરીએ સ્થળ તપાસ કરીને યુવતીની મળેલી લાશ સુધીની ઊંચાઈ માપી હતી અને પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.