સાયલા ક્ન્ટેનર દારૂકાંડમાં ૧૦૬ પેટીનું કટિંગ અગાઉ થઈ ગયું હતું
(એજન્સી) રાજકોટ, સાયલા દારૂકાંડમાં કન્ટેનરના ડ્રાઈવરની પૂછપરછમાં. જે અનુસાર દારૂ ભરેલા કન્ટેનરમાં રાજકોટ પોલીસે ઝડપી લીધેલો ૩૯૪ પેટી દારૂ મળી આવ્યો હતો આ પહેલા જ ૧૦૬ પેટી દારૂનું કટિંગ સાયલાની હદમાં આયા ગામ પાસે બે પિકઅપ વેનમાં થઈ ગયું હતું.
એટલે કે ૫૦૦ પેટી દારૂ મુખ્ય બૂટલેગરે મોકલ્યો હતો. રાજકોટ પોલીસની ગાડીઓ અને ટુ વ્હીલર આ જગ્યાએ પહોંચ્યા પહેલા પીકઅપ વાન નીકળી ગઈ હતી. એટલે કે અન્ય કોઈ બૂટલેગરોએ આ ૧૦૬ પેટી દારૂનું કટીંગ સંભાળી લીધું હતું. સમગ્ર મામલે હજી પણ તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પીએસઆઈબી જે કડથાની સંડોવણી બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દેવા દરજીયાએ દારૂની બાતમી છે એટલી જ વાત તેમને કરી હતી. બીજા જિલ્લાની હદમાં જઈને દારૂ પકડાવાની વાત કરી ન હતી. જાે કે, પોતાના નીચે સૂટાફને હદની બાબતે ચોખવટથી પૂછવું જાેઈતું હતું. જે તેમણે પૂછ્યું નહોતું. આ કારણોસર જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
આરોપી પોલીસકર્મીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ મોકલાયા સાયલાની હદમાંથી હરિયાણાથી રવાના થયેલું દારુ ભરેલું કન્ટેનર ડ્રાઈવરનું અપહરણ કરીને રાજકોટની હદમાં તાણી લાવવા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસકર્મી સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનોં નોંધી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા ચારેય પોલીસકર્મીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમણે જેલમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.