સાયલી કાંબલેએ બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ની સેકન્ડ રનર અપ બનેલી સાયલી કાંબલેનું નામ શો દરમિયાન નિહાલ તોરો સાથે જાેડાયું હતું. સાયલી કાંબલે અને નિહાલ તોરો વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાનું રિયાલિટી શોના હોસ્ટ અને જજ જ નહીં પરંતુ ફેન્સનું પણ માનવું હતું. જાે કે, બંનેએ આપેલા ઘણા ઈન્ટરવ્યૂમાં તેઓ માત્ર મિત્રો હોવાની વાત કહી હતી. હવે, સાયલી કાંબલેની લવ લાઈફને લઈને સમાચાર સામે આવ્યા છે.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી છે. સાયલી કાંબલેના બોયફ્રેન્ડનું નામ ધવલ છે. બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરીને સાયલીએ લખ્યું છે ‘ચલો જી આજ સાફ સાફ કહેતી હું ઈતની સી બાત હૈ મુજહે તુમપે પ્યાર હૈ સાયલીએ આ સાથે બોયફ્રેન્ડને ટેગ કર્યો છે અને રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. સાયલી કાંબલેની પોસ્ટ પર કો-કન્ટેસ્ટન્ટ અંજલી ગાયકવાડે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. તો સામે તેણે પણ જવાબ આપ્યો છે. સાયલી કાંબલે પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરતાં ફેન્સ પણ ખુશ થયા છે.
એક ફેને બંનેની જાેડીને ક્યૂટ ગણાવી છે. તો એક ફેને મજાક કરતાં લખ્યું છે ‘આજે ઘણા દિલ તૂટી જશે. આ સિવાય એકે અભિનંદન પાઠવ્યા છે. સાયલી કાંબલે મુંબઈની રહેવાસી છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે સાડીમાં જાેવા મળી હતી.
આ તસવીરોમાંથી એક બોયફ્રેન્ડ સાથેની પણ હતી. સાયલી કાંબલે જ્યારે સેકન્ડ રનર અપ બની ત્યારે ધવલે તેની ટ્રોફી સાથેની તસવીર શેર કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું હતું કે ‘હાર્ડ વર્ક અને શિસ્તતાની સાથે ધ્યાય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન સાયલી કાંબલે.
હું મારા તમામ મિત્રો અને પરિવારનોનો સાયલીને વોટ કરવા બદલ આભાર માનુ છું. તમારા સપોર્ટ અને મહેનતથી તે ટોપ-૩માં પહોંચી છે’. સાયલી કાંબલેએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે ‘આભાર લવ. તારા પ્રેમ અને વિશ્વાસ વગર મારી આ જર્ની અશક્ય હતી. આશા છે કે તું હંમેશા આવો જ રહીશ. લવ યુ. ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન સાયલી કાંબલે અને નિહાલ વચ્ચે સારું બોન્ડિંગ જાેવા મળ્યું હતું.
ત્યારે હાલમાં જ વાતચીત કરતાં નિહાલ સાથેની અફેરની ખબરો પણ તેણે રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો, હું કોઈને પણ આ પ્રશ્નનો જવાબ આપવા માટે જવાબદાર નથી. જાે મારા માતા-પિતા મને પૂછશે કે તે મારા માટે કોણ છે અને હું તેના માટે કોણ છું, તો હું તેમને જવાબ આપીશ. લોકોનું મગજ એક દિશામાં દોડે છે. પરંતુ મને લાગે છે કે, લોકો મારા વિશે એટલા માટે ચર્ચા કરતા હતા કારણ કે તેમણે મને નોટિસ કરી હતી અને નિહાલ સાથેની મારી કેમેસ્ટ્રી તેમને ગમી હતી.SSS