સારસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
આણંદઃ આણંદ જિલ્લાના દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સારસા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કલેકટરશ્રી દિલીપ રાણાના શુભ હસ્તે જરૂરતમંદ નાગરિકોને વિવિધ સહાયો અને વિધવા સહાયના હુકમો અને પ્રમાણો અર્પણ કર્યાં હતાં.
દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે સામાન્ય રીતે પરસ્પર શુભેચ્છા પાઠવતા હોય ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજીને જરૂરીયાતમંદ નાગરિકો ની વાસ્તવમાં સેવા કરીને કાર્યનો પ્રારંભ કર્યો હતો.
આ કર્મયોગીઓની સેવાની સરાહના થઈ હતી રાજ્ય સરકાર દ્વારા ૫૬ પ્રકાર ની સેવાઓ ઘર આંગણે પૂરી પાડવાના કાર્યમાં આણંદ જિલ્લાના સારસા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામ માટે જોડાયા હતા.
આજે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કલેકટરશ્રી દિલીપ રાણા પોતે હાજર રહી અને પ્રત્યેક સેવા ટેબલનું નિરીક્ષણ કર્યું હતુ અને નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. સારસા ગામના સેવા સેતુ કાર્યક્રમમાં અંદાજે પોતાના કામ માટે દિવસ દરમ્યાન બે હજાર કરતા વધુ નાગરિકોની અવર જવર રહી હતી.
અહી નાગરીકોને પોતાના કામના સંતોષ સાથે એક વૃક્ષનો રોપો પણ પ્રાપ્ત થયો હતો.સારસા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે મામલતદારશ્રી કેતનભાઇ રાઠોડ અને મામલતદાર કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.