સારસા ગામની મહિલાને દવાખાને લઈ જતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવાઈ
ભરૂચ, ઝઘડીયા તાલુકાના સારસા ગામે એક મહિલાને પ્રસુતિ માટે દવાખાને લઈ જવાની હોઈ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યોતા.૪ થીના મળશ્ખે સાડા ત્રણ વાગ્યા જેવા સમયે કોલ મળતા ઝગડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ સારસા ગામે પહોંચી.ત્યારે એ મહિલા ઈન્દિરાબેન ના સંબધીઓએ જણાવ્યુંકે ઈન્દિરાબેન થી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.
એમ્બ્યુલન્સના ઈએમટી હિતેશ તડવી અને પાયલોટ દાનસિહભાઈ એમ્બ્યુલન્સ માંથી જરૂરી સામાન લઈને મહિલાના ઘરમાં પહોંચ્યા ત્યારે જોયુ કે મહિલાને દુઃખાવો વધારે હોવાથી તાત્કાલિક દવાખાને લઈ જવાની જરૂર હોવાની જાણ થઈ.બાદમાં મહિલાને એમ્બ્યુલન્સ માં લઈને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા.ત્યારે રસ્તા માં જ રતનપોર ગામ પાસે પહોચતા એમ્બ્યુલન્સ સ્ટાફને ડીલીવરી નાં લક્ષણો જણાતા એમ્બ્યુલન્સને રસ્તા ની બાજુમાં ઉભી કરી દેવામાં આવી હતી.
એમ્બ્યુલન્સ સ્ટાફે અમદાવાદ ૧૦૮ ઈમરજન્સીની આોફિસમાં બેઠેલા ડોક્ટરની મોબાઈલ ફોનથી સલાહ લઈને મહિલાને સફળ ડિલિવરી કરાવતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.આ ખબર મળતા મહિલાના પરિવારજનોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.એમ્બુલન્સ સ્ટાફ ની સમયસુચકતા અને ઉમદા કામગીરી બદલ મહિલાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ અભિનંદન આપ્યા હતા.બાદમાં માતા અને બાળકને જરૂરી સારવાર માટે ઝઘડીયા સેવા રુરલ દવાખાને લઈ જવાયા હતા.