Western Times News

Gujarati News

સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈસમનું કરુણ મોત

ઈજાગ્રસ્ત ને ભરૂચ લઈ જવાયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ભરૂચ: ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પાસે એક મોટર સાયકલને પાછળ થી આવતી એક ટ્રકે અડફેટમાં લેતા આ મોટર સાયકલ ચાલક અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉ.વર્ષ ૬૦ રહે.રાજપારડી નીચે પટકાયા હતા.


આ અકસ્માતમાં આ બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહી નીકળતુ હતુ.અકસ્માત ની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા.અને બચાવ કામગીરી હાથધરી હતી.દરમ્યાન ઘટના ની ખબર અશોકભાઈના જમાઈ જીગ્નેશભાઈને થતાં તેઓ અને અશોકભાઈના પરિવારજનો તાત્કાલિક ઈજાગ્રસ્તને ભરૂચ ખાનગી દવાખાને લઈ ગયા હતા.બાદમાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમ્યાન અશોકભાઈનું કરુણ મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

મરનાર અશોકભાઈ રાજપારડીના અગ્રગણ્ય વેપારી તેમજ ખેડૂત  હતા.તેઓ સિમેન્ટના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા હતા.ઉલ્લેખનીય છેકે આ સ્ટેટ હાઈવે પર અવારનવાર નાનામોટા અકસ્માતો થતાં હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે.આ અકસ્માતમાં મરણ પામનાર મૃતકના જમાઈ જીગ્નેશભાઈ અખાણીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સંબંધે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.