સારસા ગામે ભુસ્તર વિભાગે ધામા નાખી તપાસ હાથ ધરી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં મુલદ ગોવાલી થી લઈ સારસા, તરસાલી, ટોઠીદરા, પાણેથા,નાના વાસણા મોટા વાસણા નર્મદા કિનારા ઉપર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મંજૂર નહીં થયેલા હોય તેવા બ્લોક માંથી પણ રેતી છડેચોક ઉલેચાય રહી છે.
ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ઉલેચી ઓવરલોડ અને પાણી નિતરતી રેતીનું વહન કરવામાં આવે છે.ઝઘડિયા તાલુકાના સારસા ગામ ની માધુમતી ખાડી માંથી પણ લીઝ હોલ્ડરો અને તેના સંચાલકો દ્વારા મંજૂર નહીં કરાયેલ બ્લોકમાંથી પણ રેતી ઉલેચતા હોય તેવું
તથા ગેરકાયદેસર રીતે નાવડી જતા મશીન મૂકી રેતી ઉલેચાતી હોવાની ફરિયાદ ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી જેના સંદર્ભમાં આજરોજ ભરૂચ જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા સારસા ગામે તપાસ હાથ ધરી હતી.ભુસ્તર વિભાગ દ્વારા મંજૂર કરાયેલી લીઝ ની માપણી કરવામાં આવી હતી
અને તે ઉપરાંત જાે મંજૂર નહીં કરાયેલ બ્લોક માંથી રેતી ઉલેચી હશે તો તેની સામે દંડનીય કાર્યવાહી ધરવામાં આવશે.ઉપરાંત ગેરકાયદેસર રીતે નદીના પ્રવાહમાંથી નાવડી તથા મશીન મૂકી રેતી ઉલેચતી નાવડી તથા મશીન જેવા સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાે ભુસ્તર વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો ગોવાલી, ટોઠીદરા, તરસાલી પાણેથા વિગેરેના જ્યાં જ્યાં રેતીની લીઝો મંજૂર કરવામાં આવી છે ત્યાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ બહાર આવી શકે છે.