સારાએ કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં પૂલમાં છલાંગ મારી
મુંબઈ, સારા અલી ખાનને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને મિત્રો સાથે ફરવા જાય છે. વિકી કૌશલ સાથે ઈન્દોરમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કર્યા બાદ સારા હવે કાશ્મીરના બરફીલા મેદાનોમાં રજાઓ માણી રહી છે. જ્યાંથી તે સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ, હવે સારાએ ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.
આ વીડિયોમાં સારા -૦૨ ડિગ્રીમાં પૂલમાં સ્વિમિંગ કરતી જાેવા મળી રહી છે. સારાનો આ વીડિયો હાલ ચર્ચામાં છે. કાશ્મીરના બરફીલા મેદાનો વચ્ચે પૂલમાં સ્વિમિંગ કરતી સારાનો વીડિયો ચર્ચામાં રહે છે. પરંતુ, આ વીડિયો જાેઈને તમે અનુમાન ન લગાવો કે સારાને ઠંડી નથી લાગતી.
ગુલમર્ગમાં ફરતી વખતે સારાએ આખો સમય પોતાને પેક રાખ્યો હતો. કડકડતી ઠંડીમાં સારા તેના મિત્રો અને ભાઈ ઈબ્રાહિમ સાથે રજાઓ ગાળવા ગુલમર્ગ પહોંચી ગઈ છે. સારાએ ગુલમર્ગના ઘણા લોકેશનની તસવીરો શેર કરી છે, જેમાં ગુલમર્ગની સુંદરતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
અહીં સારા પણ ઈબ્રાહિમ અને તેના મિત્રો સાથે એડવેન્ચરની મજા માણી રહી છે. સારાએ પણ ગુલમર્ગની આકર્ષક તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કર્યા છે. સારા અલી ખાનને ટ્રાવેલિંગનો કેટલો શોખ છે, તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સ્પષ્ટપણે જાેવા મળે છે. ક્યારેક તે માલદીવ, ક્યારેક કાશ્મીર તો ક્યારેક પહાડો પર આનંદ માણવા પહોંચી જાય છે.SSS