સારાની કાર્તિક આર્યન સાથે ફિલ્મને કમજોર જ પ્રતિસાદ
મુંબઇ, બોલિવુડની નવી ઉભરતી સ્ટાર સારા અલી ખાનની એક ઇચ્છા પૂર્ણ થઇ છે તે કાર્તિક આર્યનની સાથે ફિલ્મમાં રોમાન્સ કરવા ઇચ્છુક હતી. જે ફિલ્મ લવ આજ કલની સાથે પૂર્ણ થઇ છે. જો કે ફિલ્મને કોઇ રીતે સારો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મમાં તે સારા અને કાર્તિક મુખ્ય રોલમાં છે પરંતુ બંને ચાહકોને ખેંચી શક્યા નથી. જ્યારે શક્તિશાળી અભિનેતા રણદીપ હુડા માટે ફિલ્મમાં કોઇ રોલ હતો નથી. સારા ફિલ્મમાં સારી દેખાઇ છે પરંતુ ફિલ્મની પટકથા નબળી રહી છે. યુવા પેઢી વેલેન્ટાઇન ડેના દિવસે ફિલ્મને નિહાળીને નિરાશ થઇ શકે છે. ફિલ્મના તમામ પાસા ખુબ નબળા દેખાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યુ હતુ કે તે અભિનેતા કાર્તિક આર્યનની સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે.
આ ઉપરાંત કરીના કપુરે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે સારા અને કાર્તિકની જોડી ખુબ સારી લાગશે. હવે કામ કરવાના મોરચે સારા અને કાર્તિક સાથે કામ કરી ગયા છે. જો કે ફિલ્મને લઇને તમામ લોકો નિરાશ થયા છે. કેદારનાથ ફિલ્મમાં કામ કર્યા બાદથી જ સારાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. કેદરાનાથ બાદ તે સિમ્બા ફિલ્મમાં કામ કરી ચુકી છે. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.
સિમ્બાની જોરદાર સફળતા બાદ તેની પાસે કેટલીક નવી ફિલ્મ આવી રહી છે. બાજી બાજુ કાર્તિક આર્યનને પણ એક પછી એક ફિલ્મ હાથ લાગી રહી છે. ઇમ્તિયાજ અલીની સાથે હાઇવે ફિલ્મમાં રણદીપ હુડા નજરે પડ્યો હતો. સારા હાલમાં બોલિવુડમાં સૌથી મોટી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહી છે. બોલિવુડમાં હાલમાં સારા અલી ખાન, અનન્યા પાન્ડે, જાન્હવી કપુર સૌથી લોકપ્રિય સ્ટાર છે. સ્ટાર કિડ્સની બોલવાલા જાવા મળી રહી છે. યુવા અભિનેતાઓની પણ બોલબાલા છે. જેવા વરૂણ, સિદ્ધાર્થનો સમાવેશ થાય છે. સારા ફિલ્મને લઇને આશાવાદી છે. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહીં કરે તેમ લોકો કહે છે.