સારા અલીની દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા, મંદિરની મુલાકાત
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અત્યારે મિત્રો સાથે કાશ્મીર ટ્રિપ પર ગઈ છે. સારા અલી ખાન કાશ્મિરથી પોતાની તસવીરો શેર કરે છે. સારાએ સોશિયલ મીડિયા પર કેમ્પિંગની તસવીરો પણ શેર કરી હતી. હવે તેણે પોતાની બીજી તસવીરો શેર કરીને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો છે. સારાએ કાશ્મિરમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે.
સારાએ દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. સારા અલી ખાને તસવીરની સાથે કેપ્શનમાં ફારસી ભાષામાં એક શાયરી લખી છે. આ શાયરીનો ઉપયોગ ઘણાં લોકો દ્વારા કાશ્મીર માટે કરવામાં આવે છે. આ શાયરી છે, ગર ફિરદૌસ બર રુએ ઝમીં અસ્ત, હમીં અસ્ત, હમી અસ્ત, હમી અસ્ત. આ ફારસી શાયરીનો અર્થ છે કે, જાે ધરતી પર ક્યાંય સ્વર્ગ છે, તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.
અને આ જ પોસ્ટમાં નીચે સારાએ લખ્યું છે કે, સર્વધર્મ સમભાવ. ઉલ્લેખનીય છે કે સારા પોતાના મિત્રો સાથે કાશ્મીર ફરવા ગઈ છે. તેણે પોતાની પોસ્ટમાં મસ્જિદમાં દુઆ માંગતી તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે દરગાહમાં મન્નતનો દોરો પણ બાંધ્યો. ત્યારપછી તેણે ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરની મુલાકાત પણ લધી અને આ તમામ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
આ પહેલા એક પોસ્ટમાં સારાએ મિત્રો સાથે કેમ્પિંગની તસવીરો શેર કરી હતી. સારાએ શેષનાગમાં ઝરણાંના કિનારે રાત પસાર કરી હતી. તેણે ચાંદની રાતની તસવીરો પણ શેર કરી હતી. સારાને હરવા ફરવાનો ઘણો શોખ છે. આ પહેલા તે માલદીવ ટ્રિપ પર હતી.
માલદીવથી પણ સારાએ પોતાની અનેક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. થોડા સમય પહેલા સારા પોતાની મિત્ર રાધિકા મદાન સાથે લદ્દાખ પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પર તેમની સાથે સિંગર જસલીન પણ હતી. સારાએ ત્યારે પણ ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી અને લદ્દાખની સુંદરતા સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો સારા ટુંક સમયમાં ફિલ્મ અતરંગી રેમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે અક્ષય કુમાર અને સાઉથ ઈન્ડિયન એક્ટર ધનુષ પણ જાેવા મળશે. આ પહેલા સારા કેદારનાથ, સિમ્બા, લવ આજ કલ અને કૂલી નંબર વન ફિલ્મમાં કામ કરી ચૂકી છે.SSS