સારા અલી અને સુશાંત સિંહ રાજપુત ગળાડૂબ પ્રેમમાં હતા
સુશાંતે ૨૦૧૮માં આવેલી ફિલ્મ કેદારનાથમાં સાથે કામ કર્યું હતું, આ ફિલ્મથી સારા અલીએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન રિલેશનશીપમાં હતા. દિવંગત એક્ટરના મિત્ર સેમ્યુઅલ હોકીપ આ વાતનો ખુલાસો કર્યો છે. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી જ સારા અલી ખાને બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સેમ્યુઅલે ખુલાસો કરતાં કહ્યું કે, આ ફિલ્મના પ્રમોશન વખતે સારા અને સુશાંતને એકબીજાથી અલગ રાખવા મુશ્કેલ હતા. સેમ્યુઅલ હોકીપે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને આ વાતનો ખુલાસો કર્યો છે. સેમ્યુઅલે લખ્યું, કેદારનાથના પ્રમોશન વખતનો સમય મને યાદ છે. સુશાંત અને સારા એકબીજાના પ્રેમમાં હતા. તેઓ એકબીજાથી દૂર નહોતા રહી શકતા. શુદ્ધ અને બાળક સમાન નિર્દોષતા હતી. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ માન હતું, જે આજકાલની રિલેશનશીપમાં ભાગ્યે જ જોવા મળે છે.
સેમ્યુઅલે સવાલ ઉઠાવ્યો કે, ‘સોનચિડીયા’ ફ્લોપ થયા પછી મૂવી માફિયાઓએ સુશાંત અને સારાને અલગ કરી દીધા? સેમ્યુઅલે આગળ લખ્યું, “સારા સુશાંત અને તેના જીવનમાં રહેલા દરેક વ્યક્તિ- તેના પરિવાર, મિત્રો અને સ્ટાફનો આદર કરતી હતી. ‘સોનચિડીયા’ના બોક્સઓફિસ રિઝલ્ટ પછી સારાએ સુશાંત સાથે બ્રેકઅપ કર્યું હતું, શું આ ર્નિણય બોલિવુડ માફિયાના દબાણથી લેવાયો હતો ? મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સારાએ ‘કેદારનાથ’ના સેટ પરની સુશાંત સાથેની એક તસવીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ‘કેદારનાથ’ના પ્રમોશન વખતે સારા અને સુશાંતની નિકટતાની ચર્ચાઓ ખૂબ થઈ હતી. જો કે, બંનેમાંથી એકેય આ વિશે કોઈ ટિપ્પણી કરી નહોતી. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ જીવન ટૂંકાવ્યું હતું. સુશાંતના મોત બાદ તેના અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે અનેક વાતો બહાર આવી રહી છે. હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.SSS