સારા અલી ખાને દાદી શર્મિલાને ગણાવ્યાં આધુનિકતાનો અવાજ
છોકરાઓ અને ફિલ્મો મુદ્દે સારા દાદીની સલાહ લે છે
સારાએ ઘણા ઇન્ટરવ્યૂમાં પહેલાં પણ કહ્યું છે કે તેના માટે શર્મિલા ટાગોર પ્રેરણા અને માર્ગદર્શનનો સ્ત્રોત રહ્યાં છે
મુંબઈ,સારા અલી ખાન પોતાના દાદી શર્મિલા ટાગોર માટેનો લગાવ અને લાગણીઓ ઘણી વખત રજૂ કરી ચૂકી છે. તેમની બંનેની વચ્ચેના મજબૂત સંબંધની તે ઉત્સાહપૂર્વક વાતો કરે છે. સારાએ ઘણા ઇન્ટરવ્યૂમાં પહેલાં પણ કહ્યું છે કે તેના માટે શર્મિલા ટાગોર પ્રેરણા અને માર્ગદર્શનનો સ્ત્રોત રહ્યાં છે. તેમની વચ્ચેનો સંબંધ પરિવારના નાતાથી પણ પર છે. સારાએ શર્મિલાના ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન વર્ક એથિક્સ અને ગ્રેસના પણ ઘણી વખત વખાણ કર્યાં છે. સારા પોતાની બડી અમ્માને માત્ર એક પીઢ કલાકાર તરીકે નહીં પણ જેણે તેને જીવનના અમૂલ્ય પાઠ શીખવ્યા છે એવી પોતાની પ્રેમાળ દાદી તરીકે પણ હંમેશા માન આપતી રહી છે.
તો સ્વાભાવિક છે કે જ્યારે દિલની વાત આવે તો સારા બીજા કોઈ પાસે જવાને બદલે પોતાના વિશ્વાસુ અને દાદી, જેને તે આધુનિકતાનો અવાજ ગણાવે છે, જે તેને પોતાના પરંપારગત મૂળ સાથએ જોડાવામાં મદદ કરે છે તેની પાસે દોડી જાય છે. સારાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,“મારા દાદી હવે મારા એક માત્ર ગ્રાન્ડ પૅરેન્ટ રહ્યાં છે. તેઓ અમરા બધાનાં હોવાનાં કારણનો અવાજ છે. મને લાગે છે કે, જ્યારે મુશ્કેલ સમય આવે છે, જેવો ૨૦૨૦માં મારા જીવનમાં આવ્યો હતો, મારા જીવનનો એવો તબક્કો જે મારા માટે બહુ સારો નહોતો, મારા ડેડી સતત મારી સાથે હતા, જ્યારે બડી અમ્મા મારી મા અને ભાઈ સાથે હતા. તે બિલકુલ મારા પપ્પા માટે પણ હંમેશા હાજર હોય છે.
તે મને મારા પરંપરાગત મૂળ સાથે જોડે છે. તેઓ આધુનિકતાનો અવાજ પણ છે. જ્યારે બોય્ઝ, ફિલ્મો કે સોશિયલ લાઇફનો પ્રશ્ન હોય ત્યારે પણ એ મને સલાહ આપે છે. એ ચેમ્પિઅન છે.” સોશિયલ મીડિયા અને નકારાત્મકતાનો સામનો કરવા બાબતે સારાએ જણાવ્યું, “મને લાગે છે કે તમે અંદરથી મજબૂત હોવા જોઈએ, કારણ કે બધાં જ તમને નીચે ખેંચવા તૈયાર હોય છે, ખાસ કરીને જો તમે તમેને તક આપશો તો. પહેલું તો ગ્રેટફૂલ રહો. ગ્રેટીટ્યુડથી બહુ મદદ મળે છે કારણ કે સ્થિતિ હંમેશા જે છે તેનાથી ખરાબ જ થવાની છે…તેનો આધાર હંમેશા તમે કોઈ બાબતને કયા દૃષ્ટિકોણથી જુઓ છો એના પર જ છે. જેમકે, કદાચ મને કોઈ ટ્રોલ કરતું હોય તો પણ હું કહીશ કે ચલો કમસેકમ તે લોકો મારા વિશે વાત તો કરે છે. વિચારો તમને કોઈ યાદ જ ન કરે તો. એક કલાકાર તરીકે એ જ મૃત્યુ છે. તો હંમેશા એ રીતે જ વિચારો કે હજુ આનાથી પણ અતિ ખરાબ થઈ શકે છે.” ss1